અમદાવાદ: ગિરનાર પર્વત પર થયેલ હિંસાને લઈને જૈન સમાજ દ્વારા અસામાજિક તત્વો પર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે હિન્દુ અને જૈન વચ્ચે મતભેદ ઉભા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવા જ તત્વો સાધુના વિસ્તરણ કરીને હિન્દુઓને જૈન સમાજને લડાઈ લડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જૈન સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે તે મંદિરમાં બંને સમાજના લોકોને પૂજા કરવા દેવામાં આવે અને બંને સમાજ સારી રીતે પૂજા કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં તે જરૂરી છે.
હિન્દુ અને જૈન વચ્ચે વૈમનસ્ય પેદા: હિતેશકુમાર જૈને જણાવ્યું કે, ‘હિન્દુ અને જૈન વચ્ચે વૈમનસ્ય પેદા કરવામાં આવી રહ્યું છે. ગિરનાર પર્વત પર સાધુના રૂપમાં અસામાજિક તત્વો મોજૂદ છે, જે દર્શનાર્થીઓને દર્શન કરતા રોકવામાં આવી રહ્યા છે. આવા સાધુના રૂપમાં શેતાન છે. દર્શનાર્થીઓને દર્શન કરવા દેવા જોઈએ.’ આ ઉપરાંત ગુરુ શિખર પર સીસીટીવી કેમેરા લગાવવા અને પોલીસની સુરક્ષા ગોઠવવા માંગ કરવામાં આવી છે.
લોકોને સેવા પૂજા કરવાની છૂટ: ગિરનાર પર્વત ઉપર થોડાક દિવસો પહેલા દતત્રાદયની પૂજાને લઈને વિવાદ સામે આવ્યો હતો જે મુદ્દે જૈન સમાજ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ભારતમાં વસતા તમામ ધર્મના લોકો ભારતીય અને હિન્દુ કહેવામાં આવે છે. દેશમાં હિન્દુ અને જૈન વૈદિક અને સનાતન વચ્ચે મતભેદ ઉભા કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પર્વત ઉપર સાધુના વેશમાં શેતાન જોવા મળી રહ્યા છે. આવા સાધુઓના કારણે હિન્દુ અને જૈન સમાજ લડી રહ્યો છે. કોર્ટમાં જવું અયોગ્ય છે.અને કોર્ટના ઓર્ડર મુજબ તમામ લોકોને સેવા પૂજા કરવાની છૂટ આપવામાં આવી છે.
હિન્દુ હિન્દુ વચ્ચે લડાઈ લડાવવાનો પ્રયાસો: જૈન સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે પહેલા હિન્દુ મુસ્લિમ ની લડાઈ લડાવતી હતી પરંતુ હવે અસામાજિક તત્વો દ્વારા હિન્દુ હિન્દુ વચ્ચે લડાઈ લડાવવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગિરનાર પર્વત ઉપર સંચાલન ન કોઈપણ કરે તેનો કોઈ પણ વિરોધ નથી. પરંતુ જૈન સમાજના લોકોને પણ દર્શનનો લાભ મળે તેવા પ્રયાસો કરવા જોઈએ સાથે જ માંગ કરવામાં આવી હતી કે શિખર ઉપર સીસીટીવી લગાવવામાં આવે. જેઓ સામાજિક તત્વોએ હિન્દુઓને જૈન સમાજ વચ્ચે ઝઘડો કરાવવાનો પ્રયાસ કર્યો છે. તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને મંદિર પર પોલીસની પૂરતી સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી છે.