અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી બપોરના સમયથી ઢળતી સાંજ પડવાના સમયે વાદળો આકાશમાં ઘેરાઈ આવે છે, અને વરસાદ વરસવાનું શરૂ થાય છે. જેમાં દિવસભરના તાપ, બફારા અને ઉકળાટ બાદ રાત્રીના નવ વાગ્યાની આસપાસ પવનોની સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જે વીજળીના કડાકાની સાથે વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારે આખો દિવસ ગરમીથી અકળાયેલ લોકોને શાંતિ વળી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચોમાસાનું વહેલું આગમન થયું છે. મોડી રાત્રે પણ અમદાવાદ શહેરમાં વીજળીના ભયંકર ચમકારા સાથે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો.