ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની (Gujarat assembly election 2022) તારીખો જાહેર થયા બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ ચુકી છે. દરેક પાર્ટી દ્વારા પોતપોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગુરુવારે ભાજપે (Bhartiya janta party) પણ તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ તેની 14મી યાદી જાહેર કરી હતી. જો કે આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) મુખ્યપ્રઘાન પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી (isudan gadhvi AAP) કઈ સીટ પરથી ચૂંટણી લડશે તેને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે.
અંતિમ યાદીમાં થશે નામ જાહેર: વિધાનસભા ઉમેદવારોની યાદી જાહેર કરવાની સાથે જ આમ આદમી પાર્ટી, હમણાં થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીનો CM ચહેરો પણ ઈસુદાન ગઢવીને જાહેર કરી ચૂકી છે. આમ આદમી પાર્ટી અત્યાર સુધી 179 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરી ચુકી છે. હવે ફક્ત તેની અંતિમ યાદી આવવાની બાકી છે. ત્યારે આમ આદમી પાર્ટીના મુખ્યપ્રઘાન પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીનું નામ અંતિમ યાદીમાં જાહેર થશે. આમ પહેલાની યાદીમાં 'આપ'ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાનું નામ કતારગામથી જાહેર થયું હતું.
'આપ'ની 14મી યાદી જાહેર: આજે આમ આદમી પાર્ટીએ વધુ 10 ઉમેદવારોની 14 મી યાદી જાહેર કરી છે. થરાદ વિધાનસભા પરથી વીરચંદ ચાવડા, જામનગર દક્ષિણ વિધાનસભા પરથી વિશાલ ત્યાગી, જામજોધપુર વિધાનસભામાંથી હેમંત ખવા, તાલાલા વિધાનસભા પરથી દેવેન્દ્ર સોલંકી, ઉના વિધાનસભામાંથી સેજલબેન ખુંટ, ભાવનગર ગ્રામ્ય વિધાનસભામાંથી ખુમાનસિંહ ગોહિલ, ખંભાત વિધાનસભા પરથી અરુણ ગોહિલ, કરજણ વિધાનસભામાંથી પરેશ પટેલ, જલાલપોર વિધાનસભામાંથી પ્રદીપ કુમાર મિશ્રા, ઉમરગામ વિધાનસભામાંથી અશોક પટેલને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.
અત્યાર સુધી 179 ઉમેદવાર જાહેર: સમાજની પાર્ટી દ્વારા અત્યાર સુધી 182 માંથી 179 બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. હવે માત્ર ત્રણ જ બેઠક પરથી વિધાનસભાના ઉમેદવાર નક્કી કરવાના બાકી છે. ત્યારે આગામી અંતિમ લિસ્ટમાં જેમાં આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાનના દાવેદાર ઈસુદાન ગઢવીનું પણ નામ જાહેર થઈ શકે છે. જે સૌરાષ્ટ્રની જામખંભાળિયા બેઠક પરથી પોતે ચૂંટણી લડી શકે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે.