ETV Bharat / state

ડોમિસાઈલના નિયમોમાં રાહત મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો

અમદાવાદઃ મેડિકલ કોર્સમાં પ્રવેશ મુદ્દે સરકાર દ્વારા ડોમિસાઈલના નિયમોમાં આપવામાં આવેલી રાહત સામે દાખલ કરાયેલી રીટમાં ગુરૂવારે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 4 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.

ડોમિસાઈલના નિયમોમાં રાહત મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો
author img

By

Published : Jun 29, 2019, 11:49 PM IST

ગત વર્ષે ડોમીસાઈલ અંગે કડક નિયમો રાખવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે આ વર્ષે બધા વાલીઓએ ડોમીસાઈલ સર્ટીફીકેટ કરાવી લીધા છે, ત્યારે MBBSની પ્રવેશ પ્રક્રિયા દરમિયાન 15મી જુલાઈના રોજ રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડી ધોરણ 12 ગુજરાતમાંથી પાસ કરેલ હોય અને ધોરણ 10 ગુજરાત બહારથી પાસ કરેલ હોય અને ગુજરાતમાં જન્મ્યો હોય તેને ડોમીસાઈલ સર્ટિફિકેટની જરૂર ન હોવાનું જણાવતા અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને થતા ફાયદા સામે 5 વાલીઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી હતી.

વાલીઓ દ્વારા કેટલીક માંગ કરવામાં આવી છે, જેમાં ડોક્યુમેન્ટમાં સરકાર દ્વારા જ વેરિફિકેશન કરવામાં આવે અને ખોટા સર્ટિફિકેટ લાવનારનું પ્રવેશ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ વર્ષે ડોમિસાઈલના નિયમોમાં સરકાર દ્વારા જે રાહત આપવામાં આવી છે તે પાછી ખેંચી લેવામાં આવે અને ગત વર્ષનો જે નિયમ છે લાગુ પાડવામાં આવે એવી માંગ વાલીમંડળ દ્વારા કરવામાં આવી હતી.

ગત વર્ષે નિયમ કડક હોવા છતાંય ખોટા ડોમીસાઈલ સર્ટીફીકેટ લાવી પ્રવેશ લેવાનો પ્રયત્ન થયો હતો. જ્યારે આ વખતે તો આ કડક નિયમને હળવો કરી લેતા અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં એડમિશન લેવાના રસ્તો સરળ બનાવી દીધો હોવાનો વાલીઓએ રીટ પીટીશનમાં આક્ષેપ કર્યો હતો. બધા જ જાણે છે કે, ગુજરાત કરતા રાજસ્થાનનું મેરીટ ઊંચું આવે છે અને જો આવી રીતે નિયમો હળવા કરી દેવામાં આવશે તો રાજ્યના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થશે તેવું આક્ષેપ કરવામાં આવ્યો હતો.

Intro:મેડિકલ કોર્સમાં પ્રવેશ મુદ્દે સરકાર દ્વારા ડોમિસાઈલના નિયમોમાં આપવામાં આવેલી રાહત સામે દાખલ કરાયેલી રિટમાં ગુરુવારે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે... આ મામલે વધુ સુનાવણી 4 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે .

Body:ગત વર્ષે ડોમીસાઈલ અંગે કડક નિયમો રાખવામાં આવ્યા હતા જેના ભાગરૂપે આ વર્ષે બધા વાલીઓએ ડોમીસાઈલ સર્ટીફીકેટ કરાવી લીધા છે ત્યારે એમબીબીએસની પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન 15મી જુલાઈના રોજ રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડી ધોરણ 12 ગુજરાતમાંથી પાસ કરેલ હોય અને ધોરણ 10 ગુજરાત બહારથી પાસ કરેલ હોય અને ગુજરાતમાં જમ્યો હોય તેને ડોમીસાઈલ સર્ટિફિકેટની જરૂર ન હોવાનું જણાવતા અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને થતા ફાયદા સામે પાંચ વાલીઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી

વાલીઓ દ્વારા કેટલીક માંગ કરવામાં આવી છે જેમાં ડોક્યુમેન્ટમાં સરકાર દ્વારા જ વેરિફિકેશન કરવામાં આવે અને ખોટા સર્ટિફિકેટ લાવનાર નું પ્રવેશ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી..

આ વર્ષે ડોમિસાઈલ ના નિયમોમાં સરકાર દ્વારા જે રાહત આપવામાં આવી છે તે પાછી ખેંચી લેવામાં આવે અને ગત વર્ષનો જે નિયમ છે લાગુ પાડવામાં આવે એવી માંગ વાલી મંડળ દ્વારા કરવામાં આવી હતી

Conclusion:ગત વર્ષે નિયમ કડક હોવા છતાંય ખોટા ડોમીસાઈલ સર્ટીફીકેટ લાવી પ્રવેશ લેવાનો પ્રયત્ન થયો હતો. જ્યારે આ વખતે તો આ કડક નિયમ ને હળવો કરી લેતા અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં એડમિશન લેવાના રસ્તો સરળ બનાવી દીધો હોવાનો વાલીઓએ રીટ પીટીશનમાં આક્ષેપ કર્યો હતો

બધા જ જાણે છે કે ગુજરાત કરતા રાજસ્થાન નું મેરીટ ઊંચું આવે છે અને જો આવી રીતે નિયમો હળવા કરી દેવામાં આવશે તો રાજ્યના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થશે તેવું આક્ષેપ કરવામાં આવ્યો હતો...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.