અમદાવાદ: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપીઓ પિતા અને પુત્ર પ્રજ્ઞેશ પટેલ તથા તથ્ય પટેલે ગ્રામ્ય કોર્ટમાં માંગ સાથેની બે અરજીઓ દાખલ હતી. આ સાથે જ પ્રજ્ઞેશ પટેલે પણ વચગાળાના જામીન માટે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર જામીન અરજી દાખલ કરી હતી.
વચગાળાના જામીન માટે અરજી: પ્રગ્નેશ પટેલે વચગાળાના જામીન મેળવવા માટે અરજીમાં જણાવ્યું હતું કે, કેન્સરની બીમારી છે અને તેની સારવાર માટે મુંબઈ, અમદાવાદ જેવા જુદા સ્થળોએ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જવું હોય પડતું હોય છે. આ સારવાર માટે તેને ઘણા સમયથી ટ્રીટમેન્ટ પણ ચાલુ છે. બીમારીને ગંભીરતા ને ધ્યાનમાં રાખતા વચગાળાના જામીન આપવામાં આવે એવી પણ રજૂઆત કરી હતી. જોકે 14 મી તારીખે આ બાબત પર કોર્ટ પોતાનો ફેસલો સંભળાવશે.
સાક્ષીઓના નિવેદનો આપવાનો કોર્ટનો ઈન્કાર: પિતા અને પુત્ર દ્વારા જે માંગણીઓની અરજી કરવામાં આવી હતી. તેમાં કોર્ટ તરફથી અકસ્માતનો વીડિયો જે ઉતારવામાં આવ્યો છે તે આપવા માટે ગ્રામ્ય કોર્ટે હુકમ કર્યો છે. આ સાથે જ અકસ્માતના સીસીટીવી ફૂટેજની માંગણી પણ સ્વીકારવામાં આવી છે. આ સાથે જ તેમણે જે આઠ સાક્ષીઓના નિવેદનો માંગવામાં આવ્યા હતા. તે આપવાનો કોર્ટે સ્પષ્ટ ઇનકાર કર્યો છે. કોર્ટે આ બાબતનો સ્પષ્ટ ઇનકાર કરતા કહ્યું હતું કે હાલ કેસની તપાસ ચાલુ છે. માટે તેને આપી શકાય નહીં તેવું પણ કોર્ટે જણાવાયુ છે.
સેશન્સ કમિટ માટે હાજર રહેવા આદેશ: અત્રે મહત્વનું છે કે આ કેસમાં બંને આરોપીઓ સામે સેશન્સ કમિટ માટે આરોપીઓને હાજર રહેવા માટે કોર્ટે આદેશ આપ્યો હતો. પરંતુ વારંવાર મુદત આપવા છતાં પણ બંને આરોપીઓને હાજર કરવામાં આવતી નથી ત્યારે કોટે પણ પ્રશ્ન કર્યો હતો કે હજુ સુધી આરોપીઓને કેમ હાજર કરવામાં આવ્યા નથી? આજે ફરી એકવાર કોર્ટે મુદત પડતા હવે સોમવારના રોજ બંને આરોપીઓને હાજર રહેવા માટે કોર્ટે આદેશ આપ્યો છે.
રેગ્યુલર જામીનની અરજી કોર્ટે ફગાવી: અત્રે નોંધનીય છે કે ઘટના સ્થળે ધમકી આપનાર પ્રજ્ઞેશ પટેલને રેગ્યુલર જામીનની અરજી કોર્ટે ફગાવી દીધી હતી. અને ત્યારબાદ હવે ફરી એકવાર જેલમાંથી બહાર નીકળવા માટે મેડિકલ ગ્રાઉન્ડનો સહારો લઈને પ્રગ્નેશ વચગાળાની જામીન અરજી કરી છે.