અરજદાર ઈશરત જહાંની માતા દ્વારા ડિસ્ચાર્જ અરજી સામે CBIને પત્ર લખ્યો હતો. જેમાં ઈશરત જહાંને પાછલા 15 વર્ષમાં ન્યાય ન મળ્યો હોવાની રજૂઆત કરી હતી. વર્ષ 2004માં ઈશરત જહાંને લઈને હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હોવા છતાં 6 વર્ષ સુધી કેસમાં કંઈ પણ થયું નહીં અને 2010માં સુપ્રિમ કોર્ટના હસ્તકક્ષેપ બાદ SITની રિપોર્ટના આધારે હાઈકોર્ટે એન્કાઉન્ટરને વાસ્તવિક જાહેર કર્યો હતો. આજ રીતે ડી.જી વણઝારા અને એન. કે અમીનને પણ સરકાર દ્વારા છાવરવામાં આવ્યા હોવાથી ન્યાય મળશે નહીં તેવી લાગણી સાથે આગળ કાર્યવાહી કરવા માંગતી નથી તેવો પત્ર CBIના ડિરેક્ટરને લખ્યો હતો.
ઈશરત જહાંની માતા સમીમા કૌસરે પત્રમાં લખ્યું હતું કે, તેમની દિકરી મુસ્લિમ હોવાથી તેનો રાજનૈતિક લાભ મેળવવા માટે કેટલાક લોકો કે જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સામેલ છે તેમણે ખોટી રીતે ઈશરતને આતંકી જાહેર કરી હત્યા કરી હતી. તેમની 19 વર્ષીય છોકરી કોલેજમાં અભ્યાસ કરતી હતી અને આતંકવાદ સાથે તેનો કોઇ સંબંધ ન હોવાની માતાએ સપષ્ટતા કરી હતી. આ કેસમાં અત્યાર સુધી ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી નથી.
વર્ષ 2004માં અમદાવાદના કોતરપુર પાસે ઈશરત જહાં, ઝીશાન સહિત 3 લોકોની તાત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂધ આતંકી પ્રવૃતિમાં સામેલ હોવાના આક્ષેપ સાથે હત્યા કરવામાં આવી હતી.