અમદાવાદ : વિશ્વની સૌથી મોટી પ્રીમિયર લીગ આ લીગમાં વિશ્વના તમામ ક્રિકેટર રમવા માટે ઈચ્છા વ્યક્ત કરતા હોય છે, ત્યારે તે પ્રીમિયર લીગની ફાઇનલ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાશે. જોકે ગઈકાલે ભારે વરસાદ અને પવનના કારણે મેચ રમાઈ શકી ન હતી, પરંતુ આજે રિઝર્વ ડે હોવાને કારણે ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ અન્ય રાજ્યોમાંથી મેચ નિહાળવા આવેલા ક્રિકેટ ચાહકો ખાધા પીધા વગરના ફૂટપાથ પર સુઈને રાત ગુજારી હતી.
વરસાદના કારણે દુઃખ થયું : ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે ફાઈનલ મેચ જોવા માટે અલગ અલગ રાજ્યમાંથી દર્શકો મેચ જોવા અમદાવાદ આવી પહોંચ્યા છે. જ્યારે ટિકિટ ઉપલબ્ધ હોવાને કારણે મોંઘી ટિકિટ ખરીદીને પણ ફાઇનલ મેચ જોવા માટે પહોંચ્યા હતા, પરંતુ વરસાદના કારણે મેચ ન રમતા દુઃખ વ્યક્ત કર્યું હતું. પરંતુ પ્રેઝર્વ ડે હોવાને કારણે આજે દર્શકોએ આશા રાખીએ છે કે વરસાદ ન આવે અને આજે પૂરેપૂરી ફાઇનલ મેચ રમાય તેવી આશા ક્રિકેટ પ્રેમીઓએ વ્યક્ત કરી હતી.
ધોની હજુ IPL રમે : દર્શકોનું માનવું છે કે ધોની હજુ પણ આગામી બેથી ત્રણ વર્ષ IPL રમી શકે છે. મહેન્દ્રસિંહ ધોનીએ ભારતીય ક્રિકેટ ટીમ માટે ખૂબ જ મહત્વનું કામ કર્યું છે. દેશને અલગ અલગ આઈસીસીની ટ્રોફી અપાવી છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે શરૂઆતથી જ જોડાયેલા છે. ચેન્નઈને ચાર જેટલી ટ્રોફી જીતાડી છે. મહેન્દ્રસિંહ ધોનીની ઉંમર 40 વર્ષની થઈ હોવા છતાં પણ તેના ફિટનેસને આધારે હજુ બે વર્ષ IPL રમી શકે તેમ છે. જો આગામી વર્ષ આઈપીએલની રમે નહીં તો ચેન્નઇ સુપર કિંગ સાથે જોડાઈને પણ ટીમનું મનોબળ વધારશે. મહેન્દ્રસિંહ ધોનીનો અનુભવ ચેન્નઈ સુપર કિંગ્સને ખૂબ જ કામ આવી શકે છે.
મેટ્રો સ્ટેશન નીચે રાત ગુજારી : મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના અનેક રાજ્યોમાંથી આવેલા દર્શકોએ ફાઇનલ મેચ નિહાળવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા, પરંતુ વરસાદના કારણે મેચ શક્ય બની ન હતી. રિઝર્વ ડેના કારણે આજે મેચ રમાઈ રહી છે. પરંતુ અલગ અલગ રાજ્યોમાંથી આવેલા દર્શકોએ ફાઇનલ મેચ જોવા માટે ખાધ પીધા વિના મેટ્રો સ્ટેશન નીચે અને રોડના ફૂટપાથ પર સુઈને રાત ગુજારી હતી.