ETV Bharat / state

IPL 2023 : મેચ નિહાળવા આવતા દર્શકોને મુશ્કેલી ન પડે તે માટે પોલીસ ચુસ્ત બંદોબસ્ત - ipl 2023 schedule

IPL 2023ને લઈને અમદાવાદમાં 3100થી વધુ પોલીસ બંદોબસ્તમાં કાફલો તૈનાત રાખવામાં આવશે. મેચ નિહાળવા આવનારા દર્શકો માટે ખાસ પાર્કિગની વ્યવસ્થા રાખવામાં આવી છે. તેમજ IPLની ઓપનિંગ સેરેમનીના આયોજનમાં બોલીવુડના પ્રખ્યાત કલાકારો ઠુમકા લગાવતા નજર પડશે.

IPL 2023 : મેચ નિહાળવા આવતા દર્શકોને મુશ્કેલી ન પડે તે માટે પોલીસ ચુસ્ત બંદોબસ્ત

author img

By

Published : Mar 30, 2023, 7:38 PM IST

IPL માટે 3100 થી વધુ પોલીસ બંદોબસ્તમાં તૈનાત

અમદાવાદ : 31 માર્ચે IPL લીગની ઓપનિંગ સેરેમની અને પહેલી મેચની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજવાની છે. જેને લઈને સ્ટેડિયમની અંદર અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્ટેડિયમની અંદર વાત કરીએ તો IPS કક્ષાના ઉચ્ચ અધિકારીઓ સહિત 1600 જવાન તૈનાત રહેશે. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે પહેલી મેચ યોજાવવાની છે. મેચ નિહાળવા આવનાર પ્રેક્ષકોને પોતાના વાહનોના પાર્કિંગ માટેની અગવડ ન પડે તે માટે 20 પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. તેમજ પાર્કિંગ પ્લોટથી સ્ટેડિયમ સુધી પહોચવા આ વખતે ફ્રી શટલ સર્વિસ પણ રાખવામાં આવી છે.

પોલીસનો બંદોબસ્ત : સ્ટેડિયમમાં બંદોબસ્તની વાત કરીએ તો 5 DCP, 10 ACP સહિત 1600 પોલીસકર્મીઓ તૈનાત રહેશે. 800 જેટલા ખાનગી સિક્યુરિટી ગાર્ડ તૈનાત રહેશે. જ્યારે ટ્રાફિક વિભાગના અધિકારીઓ રોડ પરના ટ્રાફિકને હળવો કરવા માટે તૈનાત રહેશે. જેમાં ટ્રાફિકના 4 DCP, 6 ACP સહિત PI, PSI, ASI અને TRB જવાનો એમ કુલ 1500 જવાનો ખડેપગે બંદોબસ્તમાં તૈનાત રહેશે. બપોરે 2 વાગ્યાથી જનપથથી મોટેરા સુધીનો રસ્તો વાહન ચાલકો માટે બંધ રાખવામાં આવશે. તેની જગ્યાએ વાહન ચાલકો જનપથથી વિસત ONGC થઈ તપોવન સર્કલ સુધી અવરજવર કરી શકશે. ડિયમમાં પ્રેક્ષકોને 3 વાગે એન્ટ્રી આપવાની શરૂ કરી દેવામાં આવશે.

BRTS અને મેટ્રોની સેવા : આ ઉપરાંત લોકો સરળતાથી અવરજવર કરી શકે તે માટે BRTSની 29 બસ વધારવામાં આવી છે. તે સિવાય મેટ્રો પણ રાતે અઢી વાગ્યા સુધી ચાલશે. દર 8થી 10 મિનિટે મેટ્રો ટ્રેન આવશે. દર્શકોના માટે ગુજરાત ટાયન્ટન્સ ટીમે શૉ માય પાર્કિંગ રાખ્યું છે. શૉ માય પાર્કિંગના 20 પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જેમાં 4 પ્લોટ ટુ વ્હીલર માટે જ્યારે 15 ફોર વ્હીલર માટે છે તથા 1 પાર્કિંગ પ્લોટ VIP પાર્કીંગ માટે છે.

આ પણ વાંચો : IPL 2023 : સ્ટેડિયમમાં ક્રિકેટમેચ જોવા જનારાઓને પાર્કિંગની પરેશાની નહીં નડે, નવી App તૈયાર

દર્શકો માટે સુવિધા : ગેટ નંબર 3થી VIP એન્ટ્રી રાખવામાં આવી છે. તેમજ આ વખતે દૂરના પાર્કિંગથી શટલ સર્વિસ રાખવામાં આવી છે. જે લોકો પાર્કિંગ પ્લોટમાં વાહન પાર્ક કરશે તેમને પાર્કિંગથી સ્ટેડિયમ પાસેના 1 અને 2 નંબરનાં ગેટ સુધી ફ્રીમાં ગાડીમાં ઉતારવામાં આવશે. સ્ટેડિયમમાં સિનિયર સીટીઝન માટે ગોલ્ફ કાર પણ રાખવામાં આવી છે.

આ પણ વાંચો : IPL 2023 : ઓપનિંગ સેરેમનીમાં સ્ટેડિયમનો અનોખો નજારો, કેપ્ટનની કુલની ઝલક જોવા દર્શકો આતુર

બોલીવુડ સેલીબ્રિટી રહેશે હાજર : IPLની ઓપનિંગ સેરેમનીમાં ગાયક કલાકાર અરિજિત સિંગ સહિત અનેક સેલિબ્રિટીઓ પર્ફોમન્સ કરશે. ખાસ કરીને ઓસ્કર એવોર્ડ મેળવનાર નાટુ નાટુ ગીત પર પણ પર્ફોમન્સ યોજાશે. ઓપનિંગ સેરેમનીમાં તમન્ના ભાટિયા, ટાઇગર શ્રોફ, કેટરીના કેફ સહિત સાઉથના અનેક સેલિબ્રિટી જોવા મળશે. આ અંગે અમદાવાદ શહેરના ઝોન ટુ ઇન્ચાર્જ DCP સફીન હસને જણાવ્યું હતું કે, સ્ટેડિયમમાં યોજાનાર IPL મેચને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ સ્ટેડિયમની અંદર અને બહાર મેચ જોવા આવનાર પ્રેક્ષકો માટે કાર્યરત રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.