ETV Bharat / state

IPL 2023 : સિઝનની પહેલી મેચને લઈને ખેલાડીઓ મેદાનમાં પરસેવો પાડતા મળ્યા જોવા - Ahmedabad Narendra Modi Cricket Stadium Match

TATA IPL 2023ની સિઝનની પ્રથમ મેચને લઈને ખેલાડીઓ આખરી ઓપ આપતા જોવા મળ્યા છે. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સના ખેલાડી બોલિંગ અને ફિટનેસ જેવી બાબત પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. આવતી કાલની મેચને લઈને બને ટીમના ખેલાડી મેદાનમાં આકરી મહેનત કરતા જોવા મળી રહ્યા હતા.

IPL 2023 : સિઝનની પહેલી મેચને લઈને ખેલાડીઓ મેદાનમાં પરસેવો પાડતા મળ્યા જોવા

author img

By

Published : Mar 30, 2023, 10:25 PM IST

તૈયારીનો આખરી ઓપ આપતા જોવા મળ્યા ખેલાડી

અમદાવાદ : TATA IPL 2023ની 16ની સિઝન પ્રથમ મેચ આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે, ત્યારે બંને ટીમના ખેલાડી મેદાનમાં લાંબા શોર્ટ અને આકરી પ્રેક્ટિસ કરતા નજરે જોવા મળ્યા હતા. અમુક ખેલાડીઓ પોતાના શરીરનું ફિટનેસ સાચવી રાખવા માટે હળવી કસરત કરતા જોવા મળી રહ્યા હતા. આ બંને ટીમ વચ્ચે આવતીકાલે સાંજે 7:30 કલાકે પ્રથમ મેચ યોજાશે.

ફોલ્ડિંગ પર ફોક્સ : ગુજરાત ટાઇટન્સની ટીમેં વધારે કેચ પ્રેક્ટિસ પર ધ્યાન આપ્યું હતું. સાથે ભારતના પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરા મુખ્ય કોચની ભૂમિકામાં છે, ત્યારે ખેલાડીઓ સાથે ચર્ચા કરી ખેલાડીઓને માર્ગદર્શન આપતા નજરે મળી આવ્યા હતા. જેમાં ખાસ કરીને યુવા ફાસ્ટ બોલર શિવમ માવીને બોલીને ટિપ્સ આપી હતી. ગુજરાતી ટાઇટલના ખેલાડીઓ પ્રેક્ટિસની સાથે સાથે પોતાના ફિટનેસ પર ધ્યાન આપી રહ્યા હતા.

આ પણ વાંચો : IPL 2023 : સ્ટેડિયમ બહાર ટી શર્ટ-ટોપીનું વેચાણ, કેપ્ટન કુલ વાળી વસ્તુની માંગ વધુ

ફિટનેસ પર ધ્યાન આપવામાં આવ્યું : આ વર્ષને અંતે ભારતમાં જ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને બંને ટીમના મુખ્ય ખેલાડીઓ ઇજાગ્રસ્ત ના થાય તે માટે હાર્દિક અસર તો અને ફિટનેસ પર એક અલગ સેશન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલાડીઓ હળવી કસરત અને ફૂટબોલ રમત પર ધ્યાન આપતા જોવા મળી આવ્યા હતા.

આશિષ નેહરા મુખ્ય કોચની ભૂમિકામાં
આશિષ નેહરા મુખ્ય કોચની ભૂમિકામાં

આ પણ વાંચો : IPL 2023 : ઓપનિંગ સેરેમનીમાં સ્ટેડિયમનો અનોખો નજારો, કેપ્ટનની કુલની ઝલક જોવા દર્શકો આતુર

ગુજરાત ટાઇટન્સનું પલડું ભારે : ચેન્નઇ સુપર કિંગ્સ ગત વર્ષની ટૂર્નામેન્ટમાં ખૂબ જ નિરાશા જનક પ્રદર્શન રહ્યું હતું. જ્યારે બીજી બાજુ ગુજરાત ટાઇટન્સ પોતાની પ્રથમ જ ટુર્નામેન્ટ પોતાના નામે કરી હતી. સુપરકિંગ્સ અને ગુજરાત ટાઇટલ્સની મેચની વાત કરવામાં આવે તો, અત્યાર સુધી બંને ટીમો બે વખત આમની સામે ટકરાઈ છે. જેમાં બંનેમાં ગુજરાત ટાઇટન્સનો વિજય થયો છે. જેમાં એક મેચમાં સાત વિકેટ વિજય અને બીજી મેચમાં ત્રણ વિકેટએ વિજય મેળવ્યો હતો, ત્યારે આવતીકાલની મેચમાં કોનો વિજય થાય છે તે જોવાનું રસપ્રદ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.