અમદાવાદ: ગુજરાત હોય કે ભારતના તમામ લોકો દેશ વિદેશમાં ફરવાના શોખીન જોવા મળતા હોય છે. વેકેશનનાં સમયગાળા દરમિયાન તમામ લોકો પોતાના પરિવાર સાથે ફરવા પહોંચતા હોય છે. માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશ પણ લોકો અમને બહાર ફરવા જવાનું કરીશ જોવા મળી આવે છે. ત્યારે ઇન્ડોનેશિયાનું સૌથી મોટું સફારી પાર્કએ પણ ભારતીયોને તેની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવી છે.
'ભારતના લોકો દેશ વિદેશમાં ફરવા માટે જતા હોય છે. ત્યારે આ જ ભારતના લોકો ઈન્ડોનેશિયાની તમન સફારી પાર્કની મુલાકાત લે તે માટે આમંત્રણ પાઠવવામાં આવે છે. દર વર્ષે ભારતના લાખો લોકો વિદેશ ફરવા જતા હોય છે. તો તેમને માટે પણ તમન સફારી પાર્ક એ ખૂબ જ ઉત્તમ સ્થળ છે. જેમાં લીલાછમ વન્યજીવ કોના નિવાસ્થાનો વિદેશી પ્રાણીઓની પ્રજાતિઓ સહિતની વસ્તુઓ જોવા મળી આવશે.' -એલ્કેઝાન્ડર ઝુલ્કરનેન, વાઇસ પ્રેસિડેન્ટ, તમન સફારી ઇન્ડોનેશિયા
સફારી ગ્રુપમાં પણ છ સ્થળો: વધુમાં જણાવ્યું હતું કે TSI ઇન્ડોનેશિયન દીપ સમૂહમાં ફેલાયેલા સભ્યોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે તમન સફારી ગ્રુપમાં પણ છ સ્થળો જોવા મળી આવે છે. વન્યજીવન પ્રેમીઓ માટે ખૂબ જ લાંબો સમયનું સ્થળ છે. અહીંયા 3 પ્રજાતિઓના 7000 પ્રાણીઓ જોવા મળી આવે છે. આની વિશેષતા નાઈટ સફારી નીચે અહીંયા મનમોહન પ્રાણીઓ સાથે પણ નજીક જવાની મુલાકાત આપવામાં આવતી હોય છે.
વિશ્વકક્ષાનું સંરક્ષણ: ઇન્ડોનેશિયામાં આવેલ તમન સફારી તે વિશ્વકક્ષાનું સંરક્ષણ કેન્દ્ર છે. જેની અંદર 400 પ્રજાતિમાં ફેલાયેલા 8700 પ્રાણીઓનું ઘર જોવા મળે છે. આ ઉપરાંત તેની અંદર અલગ અલગ છો ગ્રુપમાં પણ ખેંચાયેલું છે. જેની અંદર અલગ અલગ પ્રાણીઓ ની અનુભૂતિ કરી શકાય છે તમન સફારી પાર્કની આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર તેમજ 16 રાષ્ટ્રીય પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવેલ છે. આ પાર્ક છ જેટલી ફ્રેન્ચાઇઝી સાથે મળીને કામગીરી કરી રહ્યું છે.
જળચર અજાયબીની દુનિયા: ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા ઇન્કવેરિયમ અને સફારીએ જળચર અજાયબીની દુનિયા જોવા મળી આવે છે. જેમાં 3500 થી પણ વધારે પ્રજાતિઓની આવાસ છે. જે ઇન્ડોનેશિયાનો સૌથી મોટું ઇન્દોર માછલીઘર ધરાવે છે. જેની અંદર અલગ અલગ દરિયાઈ જે સૃષ્ટિઓ જોવા મળી આવે છે. આ ઉપરાંત સફારી બીચ જે યુનિટ ડોલ્ફિનના સંરક્ષણ અને વિકાસ માટે છે. જેમાં ડોલ્ફીન શો મીની પ્રાણી સંગ્રહાલય ગ્રીન સફારી ઝોનની અન્નનો બીજો વિસ્તાર જોવા મળી આવે છે. આ ઉપરાંત સોલો સફારી પાર્ક ની સ્થાપના 2022માં કરવામાં આવી હતી. જે તમન સફારી પાર્કમાં સૌથી નવો ઉમેરાયેલું જે ઇન્ડોનેશિયાની સ્થાનિક વન્યજીવોની 87 પ્રજાતિઓનું પ્રતિનિધિત્વ કરતા 347 થી પણ વધુ પ્રાણીઓ જોવા મળી આવે છે.