ETV Bharat / state

EXCLUSIVE : વેબસિરિઝ "વાત વાત માં"ને લઇને મલ્હાર ઠાકર સાથે ખાસ વાતચીત - Series shooting at home

મેગ્નેટ મીડિયા ફિલ્મ પ્રોડક્શન અને ફિફ્થ વેબ પ્રોડકશનના સહયોગથી નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કાળો કહેર ચાલી રહ્યો છે અને સૌ કોઈ તેની સામે લડત મેળવી રહ્યા છે. ત્યારે લોકચર્ચામાં ફક્ત કોરોના જ છે. તેવા સમયમાં લોકોને કંઈક પોઝિટિવ આપવાના પ્રયાસ સાથે એક નવી વેબસિરિઝ "વાત વાત માં" આજે રિલીઝ કરવામાં આવી છે. ત્યારે મલ્હાર ઠાકરની ETV Bharat સાથેની ખાસ વાતચીત...

મલ્હાર ઠાકર સાથે ખાસ વાતચીત
મલ્હાર ઠાકર સાથે ખાસ વાતચીત
author img

By

Published : May 2, 2021, 11:14 AM IST

  • મલ્હાર ઠાકરની વેબસિરિઝ "વાત વાત માં" આજે રિલિઝ થશે
  • આ વેબ સિરિઝ શેમારૂ OTT પ્લેટફોર્મ પર જોવા મળશે
  • લોકડાઉનના સમયમાં ઘરમાં કરેલા કામ અને ચર્ચાઓ પર આધારિત વેબસિરિઝ

અમદાવાદ : દરેક ફેમિલી સાથે મળીને ઘરે જ મનોરંજન મેળવી શકે તે હેતુથી આ વેબસિરિઝ દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવી છે. અભિનેતા મલ્હાર ઠાકર અને પૂજા જોશી અભિનેત્રી "વાત વાત માં"ના ટ્રેલરને રિલીઝ કરવામાં આવ્યું હતું. તેને પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ અંગે વેબસિરિઝના નિર્માતા ભાવેશ ઉપાધ્યાય જણાવ્યું કે, અત્યારના સમયમાં લોકો જ્યારે બહાર નથી જઈ શકતા ત્યારે ઘરમાં બેસીને મનોરંજન મેળવી શકે અને લોકડાઉનના સમયમાં ઘરમાં કરેલા કામ અને ચર્ચાઓને આ વિષયમાં વણવામાં આવ્યો છે. આ એક રોમેન્ટિક કોમેડી છે અને ગુજરાતી લોકોને ખાસ જોવા લાયક સીરીઝ છે તેમ જણાવ્યું હતું.

મલ્હાર ઠાકર સાથે ખાસ વાતચીત

આ પણ વાંચો : મલ્હાર ઠાકરની નવી વેબ સિરિઝ "વાત વાતમાં" માર્ચ મહિનામાં રીલિઝ થશે

કોરોનાની ગાઈડલાઈનનું પાલન સાથે એક ઘરમાં સિરિઝનું શૂટિંગ થયું
આ વિષય પર અભિનેતા મલ્હાર ઠાકર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમને આ પ્રકારની સિરિઝમાં પ્રથમવાર કામ કર્યું છે અને પોતે સિંગલ છે પણ એક પરિણીત પુરુષનો કિરદાર નિભાવવામાં તેમને ખૂબ મજા આવી છે. વધૂમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીને ફક્ત એક ઘરમાં જ આ સિરિઝનું શૂટિંગ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપર સ્ટાર મલ્હાર ઠાકરનો આજે જન્મદિવસ

OTT પ્લેટફોર્મ પર પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી વાર્તા

સહ કલાકારો ચેતન દૈયા, કૃપા પંડ્યા સાથે અભિનય કરવાનો પણ અનુભવ સારો રહ્યો હતો. "વાત વાત માં" સિરિઝની અભિનેત્રી પૂજા જોશીએ પણ આ વિષય પર વાત કરતા જણાવ્યું હતું કે, પતિ પત્નીની આ લોકડાઉન લવ સ્ટોરી લોકોને જરૂર ગમશે અને OTT પ્લેટફોર્મ પર પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી વાર્તા છે. મેગ્નેટ મીડિયા અને શેમારુ મીના સહયોગથી ટીમ આનંદિત છે. ભવિષ્યમાં નવા પ્રોજેક્ટ પણ હાથ પર લઈ રહ્યા છે તેમ નિર્માતા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.