લોકોમાં જાગૃતતા લાવવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે આ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે. સામાન્ય નાગરિકની જેમ વિકલાંગોને પણ તેમના તમામ હક મળી રહે તેમજ સમાજમાં તેમની સમાનતા વિકસાવવા માટે સામાન્ય નાગરિકની જેમ તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેમના સામાજિક આર્થિક સ્થિતિને સુધારવા માટે લોકોને અપંગ વ્યક્તિઓના અધિકારો વિશે જાગૃત કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ઉજવણીના ભાગરૂપે ધીરુભાઈ પટેલ કે, જે અમેરિકાના રહેવાસી છે. તેમણે 1.68 કરોડ રૂપિયા અંધજન મંડળ નહીં આપ્યા અને તેનાથી ઇન્ટરવેશન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ઉદ્ઘાટન શહેરના મેયર ડીઝલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે મલ્ટીપલ ડિસેબિલિટી ધરાવતા લોકો દ્વારા અનેક વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિયા મેકિંગ વર્કશોપ, કિચેઈન મેકિંગ વર્કશોપ, ટાઈ એન્ડ ડાઈ વર્કશોપ જેવી અનેક વસ્તુઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકલાંગ લોકોની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કુલ 13 લાખ જેટલા લોકો છે. જેમાં બે થી અઢી લાખથી વધુ જેટલા યુવાનો છે અને એક થી દોઢ લાખ જેટલા બાળકો છે જેમને અમે શિક્ષણ પૂરું પાડીએ છે.