ઉત્તર-પશ્ચિમ સોના ઘાટલોડિયા બોર્ડના કર્મચારી નગર વિભાગ 1માં 3 નવેમ્બરે વહેલી સવારે 30 વર્ષ જૂની પાલિકાની ઓવરહેડ પાણીની ટાંકી તૂટી ગઈ હતી. જેમાં એક મહિલાને ગંભીર ઈજા પહોંચતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પહેલા પણ બોપલ વિસ્તારમાં આવી પાણી ટાંકી તૂટી જવાની ઘટના બની હતી. છતાં બેદરકાર તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
આ ઘટનાની ઘાટોલિયા વિસ્તારના સાંસદ સભ્ય અને કેન્દ્રીય પ્રધાન અમિત શાહ થતાં તેમણે કમિશ્નર સાથે ટેલિફોનિક ચર્ચા કરી ટાંકી સંબંધિત રિપોર્ટ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાલમાં કુલ 191 ઓવરહેડ પાણીની ટાંકી છે. જે પૈકી 118 ટાંકીનો વપરાશ થાય છે. જેમાં 26 ટાંકી જર્જરીત હાલતમાં છે. તો 73 બિનવપરાશી છે જેને ઉતારવાની કામગીરી છેલ્લા બે દિવસથી ચાલતી હોવાનો દાવો તંત્ર કરી રહ્યું છે. પરંતુ હજુ સુધી ફક્ત 42 ટાંકી જ ઉતારવામાં આવી છે. આમ, ગોકળગાયની ગતિએ કામ કરતાં તંત્રના કારણે લોકો જીવ જોખમમાં મૂકાઈ રહ્યાં છે. ત્યારે બેદરકાર તંત્ર પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યું છે.