ETV Bharat / state

કોરોના સામે મોંઘવારી હારી : શાકભાજીના ભાવમાં 30 ટકા સુધીનો ઘટાડો - અમદાવાદ કોરોના

રાજ્યમાં કોરોના વાઇરસની કથળતી સ્થિતિને લીધે જારી કરાયેલા લૉક ડાઉન વચ્ચે શાકભાજી કે ફ્રૂટની કોઈપણ પ્રકારની ઘટ નથી, પરંતુ લૉક ડાઉનના સમયે લોકો સરકારના નિયમોનું સખ્તપણે પાલન કરતા ઓછું ઘરની બહાર નીકળતાં ઓછી ખરીદી થાય છે. જેને લીધે શાકભાજીના ભાવમાં 30 થી 40 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

કોરોના સામે મોંઘવારી હારી : શાકભાજીના ભાવમાં 30 ટકા સુધીનો ઘટાડો

author img

By

Published : Apr 8, 2020, 8:34 PM IST

અમદાવાદઃ જિલ્લામાંં શાકભાજી અને ફળોની સપ્લાયમાં કોઈપણ પ્રકારનો ઘટાડો જોવા મળ્યો નથી. ઉલટા સપ્લાય વધતાં શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સરકારના માર્ગદર્શનનું લોકોએ પાલન કરતા પૂરતી સંખ્યામાં શાકભાજી ઉપલબ્ધ છે. ખેડૂતોને પણ કોઈ જ પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો નથી. જોકે લોકો થોડું ખરીદતા હોવાથી શાકભાજીની સપ્લાય વધતાં ભાવમાં 30 ટકા સુધનો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાંથી આવતી તમામ શાકભાજી ઉપલબ્ધ છે, એટલું જ નહીં અન્ય રાજ્યોમાંથી પણ પૂરતી સંખ્યામાં શાકભાજી આવે છે.

કોરોના સામે મોંઘવારી હારી : શાકભાજીના ભાવમાં 30 ટકા સુધીનો ઘટાડો
બટાકા, ભીંડી, ટામેટા સહિતની શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે ગ્રાહકો કેટલીક પ્રકારની શાકભાજી વર્તમાન સમયમાં મળતી ન હોવાની કબૂલાત કરી હતી. કોરોનાને લીધે લોકો ઓછું બહાર નીકળે છે તેને લીધે ખરીદી પણ ઓછી થાય છે. ધંધો - રોજગાર પણ ઠપ હોવાથી લોકોની ખરીદ શક્તિ પણ ઓછી થઈ હોવાથી લોકો ઓછી શાકભાજી ખરીદી રહ્યાં છે, તો કેટલાક ઘરની બહાર ઓછું નીકળે છે.ગુજરાત વેજીટેબલ એક્સપોર્ટ યુનિયનના ચેરમેન અહેમદ પટેલે ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવાયું હતું કે સરકારના નિયમો અને માર્ગદર્શન અનુસાર ખેડૂતોને શાકભાજી લાવવામાં કોઈ જ તકલીફ નથી. સરકારે જાહેર હિતને ધ્યાનમાં રાખીને જમાલપુર APMCને હંગામી ધોરણે જેતલપુર ખાતે શિફ્ટ કરી છે. હાલના સમયમાં પણ પહેલાની જેમ જ 18થી 20 ટન શાકભાજી આવી રહી છે અને અન્ય રાજ્યોમાંથી પણ પૂરતો સ્ટોક આવી રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મોટાભાગની શાકભાજી અને ફ્રુટ માર્કેટને સવારે 11 કલાક પહેલા બંધ કરાવી દેવામાં આવે છે. નાના વિક્રેતા અને લારીવાળા પણ શાકભાજી 11 કલાક સુધી જ વેચે છે. કોરોનાને લીધે શાકભાજીનું આખો દિવસ વેચાણ થઈ શકતું નથી. કોટ વિસ્તારમાં આવતી કાલુપુર ફ્રુટ અને શાકભાજી માર્કેટને અનિશ્ચિતકાળ માટે કોર્પોરેશન દ્વારા બંધ કરી દેવામાં આવી છે.

નોંધનીય છે કે 8મી એપ્રિલ સુધીમાં અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 83 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં આંકડો વધીને 179 પર પહોંચ્યો છે. મોટાભાગના કેસ કોટ વિસ્તારમાં પોઝિટિવ આવતા તેમને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બફર ઝોન જાહેર કરાયાં છે. જેમાં બહારથી આવનાર અને જનાર તમામ વ્યક્તિઓના સ્ક્રીનિગ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.