ફક્ત 1 લાખ 80 હાજરના બજેટમાં બનેલ આ કારમાં ચાર લોકો આરામથી બેસી શકે છે. કાર બનાવવા 8 વિદ્યાર્થીઓને 14 મહિનાનો લાંબો સમય લાગ્યો હતો. કાર બનાવતી વખતે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સેફટી, કમ્ફર્ટ રાઈડ અને ફીચર વાઈઝ માર્કેટમાં મળતી કાર કરતા ખુબ ઓછા ખર્ચે આ કાર લોકો વસાવી શકે છે. આ કાર વિભવ શાહ, દર્શન રાવલ, સુમિત વછાની, અમિત રણપરીયા, રિષભ સલેચા તથા ભીષ્મ શાહ આ સિવાય અન્ય બે વિદ્યાર્થીઓએ બનાવી છે.
કાર બનાવનાર વિદ્યાર્થી વિભવ શાહે જણાવ્યું હતું કે કાર બનાવવાનો વિચાર આવ્યા બાદ સૌથી પહેલા 4-4 ની ટીમ બનાવવામાં આવી હતી. ત્યારબાદ કારની યુનિક ડિઝાઇન તૈયાર કરતા જ ચાર મહિનાનો સમય લાગ્યો હતો. બધાએ કામ ડિવાઇડ કર્યું હતું અને પોતાની પોકેટમનીમાંથી પૈસા બચાવી કારના બેજેટમાં નાખ્યા હતા.
તેણે જણાવ્યું કે કાર બેટરીથી ચાલે છે, કારના વ્હીલ સાથે બે કિલો વોટની મોટર લગાડવામાં આવી છે. કારમાં આગળની સાઈડમાં બે વ્હીલ અને પાછળની સાઈડમાં એક વ્હીલ લગાડવામાં આવ્યું છે. કારમાં ગિયર ન હોવાથી ક્લચ નથી, ફક્ત એક્સિલેટર અને બ્રેક રાખવામાં આવી છે. એકવાર બેટરી ફૂલ ચાર્જ કર્યા બાદ કાર 50 કિલોમીટર સુધી ચાલી શકે છે. તો આ કારનું વજન ફક્ત 180 કિલો છે તો આ કાર 40 કિમી ટોપ સ્પીડથી ચાલે છે.
હાલ વિદ્યાર્થીઓ આ કારને અમદાવાદ, તથા તેમના કોલેજ કેમ્પસમાં અને શહેરમાં દોડાવી રહ્યા છે ત્યારે લોકોમાં આ કાર આકર્ષણનું કેન્દ્ર બની છે. વિદ્યાર્થીઓનું હેતું છે તે તેઓ આવી ઇનોવેટીવ તથા વધુ સુવિધા સાથે સસ્તી અને કમ્ફર્ટેબલ કાર સામાન્ય જનતા માટે બનાવી શકે.
વિભવ શાહ, દર્શન રાવલ, સુમિત વછાની, અમિત રણપરીયા, રિષભ સલેચા, ભીષ્મ શાહ અને અન્ય બે વિદ્યાર્થીઓ દ્વારા આ અદભૂત કાર બનાવવામાં આવી છે.