ETV Bharat / state

Indian Red Cross Society, અમદાવાદ શાખાને ગુણવત્તાયુક્ત સેવા માટે આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું

author img

By

Published : Oct 14, 2021, 2:18 PM IST

Indian Red Cross Society, અમદાવાદ શાખાને ગુણવત્તાયુક્ત સેવા માટે આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું છે. અમેરિકન એસોસિશન ઓફ બ્લડ બેંક દ્વારા Indian Red Cross Societyની અમદાવાદ શાખાને “AABB Certificate in Quality” એનાયત કરવામાં આવ્યું છે.

Indian Red Cross Society, અમદાવાદ શાખાને ગુણવત્તાયુક્ત સેવા માટે આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું
Indian Red Cross Society, અમદાવાદ શાખાને ગુણવત્તાયુક્ત સેવા માટે આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું

  • ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ શાખાની આગેકૂચ
  • અમદાવાદ શાખાને ગુણવત્તાયુક્ત સેવા માટે આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું
  • રાજ્યમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની 17 શાખાઓ કાર્યરત છે

અમદાવાદ : અમદાવાદ જિલ્લા કલેક્ટર હોદ્દાની રૂએ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના અધ્યક્ષ હોય છે. આ બહુમાન અંગે પ્રતિભાવ આપતા અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ જણાવ્યું હતું કે,” Indian Red Cross Society, અમદાવાદ શાખાને આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલું સન્માન સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત છે”. અમદાવાદ જિલ્લાની રેડ ક્રોસ બ્રાન્ચ દ્વારા અવારનવાર સામાજિક-સ્વચૈછિક પ્રવૃતિઓ હાથ ધરવામા આવે છે અને કોરોનાકાળમાં પણ રેડક્રોસ સોસાયટીએ રક્તદાન અને પ્લાઝમા ડોનેશન થકી શ્રેષ્ઠ કામગીરી કરી છે.

ગુજરાતમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની 17 શાખાઓ કાર્યરત છે

જિલ્લા કલેક્ટરે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રેડક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવતી કામગીરીની પ્રસંશા કરી હતી અને વધુમાં વધુ લોકોને રક્તદાન માટેની અપીલ કરી હતી. આ અવસરે ઉપસ્થિત Indian Red Cross Societyના અમદાવાદ શાખાના ચેરમેન ડોક્ટર હર્ષદભાઇએ સંસ્થાની આ સિદ્ધિનો શ્રેય Indian Red Cross Societyના સ્થાપક પ્રમુખ ડો.વિષ્ણુ ગણેશ માવળંકરને આપ્યો હતો. Indian Red Cross Societyના ડાયરેક્ટર ડો. વિશ્વાસ અમીને કહ્યું કે, Indian Red Cross Societyની અમદાવાદ શાખાએ કોરોના કાળમાં 500 થી વધુ પ્લાઝમા ડોનેશન માટે નોંધણી કરાવી હતી. ગુજરાત રાજ્યમાં Indian Red Cross Societyની 17 શાખાઓ કાર્યરત છે.

આ પણ વાંચો : Indian Airforceની શક્તિમાં થશે વધારો, ફ્રાન્સથી વધુ ત્રણ રાફેલ આવી રહ્યા છે ભારત

આ પણ વાંચો : Mundra Heroin Case: ભુજ NDPS કોર્ટથી અમદાવાદ NIA કોર્ટમાં ટ્રાન્સફર કરાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.