અમદાવાદઃ આધુનિક સમયમાં દેશ-વિદેશમાં વાસ્તુશાસ્ત્રના પ્રસાર માટે ડૉ. રવિ રાવનું નામ મોખરે છે. અમદાવાદ ખાતે ડૉ. રવિ રાવના વાસ્તુશાસ્ત્ર અંગેના પુસ્તક વાસ્તુશાસ્ત્ર ફોર એવરીવનનું વિમોચન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયું હતું. ભૂપેન્દ્ર પટેલે ભારતીય પરંપરાગત વિજ્ઞાનના સથવારે દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વગુરૂ બનશે તે માટે સરકાર ભારતીય જ્ઞાન-પરંપરાના સંરક્ષણ અને વિકાસ માટે કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું.
મિનિસ્ટ્રી ઓફ વાસ્તુની માંગઃ દરેક માણસના જીવનને વાસ્તુશાસ્ત્ર પ્રભાવિત કરે છે. ઘર, કામના સ્થળો અને જાહેર બિલ્ડિંગ હવે વાસ્તુના સિદ્ધાંતો આધારિત બનતા જાય છે. દેશ સાથે વિદેશ અને મુસ્લિમ અને ખ્રિસ્તી દેશોમાં પણ વાસ્તુનું મહત્વ વધતુ જાય છે. આવા સમયે વાસ્તુશાસ્ત્રના વિજ્ઞાન માટે મિનિસ્ટ્રી ઓફ આયુષની જે સરક મિનિસ્ટ્રી ઓફ વાસ્તુનું પણ નિર્માણ કરે એની માંગ ઉઠી છે. આઝાદી બાદ હવે ભારતીય જ્ઞાન પરંપરાના મહત્વનો સમય અને સરકાર આવી છે એટલે ભારતીય જ્ઞાન પરંપરાનો પ્રસાર થાય છે એવો અભિપ્રાય વિદ્વાનોએ આપ્યો છે.
જન્મ વાસ્તુનું પણ મહત્વઃ વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર એ એક જ સિક્કાની બે બાજુ છે. જે વ્યક્તિની જન્મકુંડળી હોય છે એ જ એનું જન્મનું વાસ્તુ પણ હોય છે. તે જ તેના જન્મની દિશા નિર્ધારિત કરે છે. કોઈપણ વ્યક્તિ વાસ્તુ બદલીને પોતાનું નસીબ 30 ટકા સુધી સુધારી શકે છે. તેલંગાણામાં રાજ્ય સરકારે વાસ્તુ માટેનો ડિપાર્ટમેન્ટ ગઠિત કર્યો છે. એમના વાસ્તુ સલાહકારને મિનિસ્ટરના સમકક્ષ પદ આપ્યું છે. ઈન્ડિયાનું નામ ભારત કરવાની વાત ચાલે છે તે ભારતને વિશ્વગુરુ બનાવવા માટેનો પ્રથમ પગલું છે. આ પહેલને અન્ય રાજ્યો અનુસરે તો વાસ્તુશાસ્ત્ર આધુનિક વિજ્ઞાન તરીકે સ્વીકારાય.
વાસ્તુશાસ્ત્રની અનુભૂતિ કરવી બહુ જરૂરી છે. અનુભૂતિને લીધે જ આ શાસ્ત્ર પ્રાચીન સમયથી અર્વાચીન સમય સુધી પહોંચ્યું છે આ શાસ્ત્ર ભવિષ્યમાં પણ આગળ જશે...ડૉ. રવિ રાવ(લેખક, વાસ્તુશાસ્ત્ર ફોર એવરીવન)
આ પુસ્તકના લેખક અને અગ્રણી વાસ્તુકાર ડૉ. રવિ રાવ વાસ્તુશાસ્ત્રમાં અત્યંત નિષ્ણાંત છે. તેમના દ્વારા આ માહિતી પુસ્તક રુપે સૌને માટે ઉપલબ્ધ કરાવામાં આવી છે તે બહુ મોટી વાત છે. આ પુસ્તક વાંચીને કોઈપણ વ્યક્તિ વાસ્તુ ફ્રેન્ડલી ઘર બનાવી શકે છે. આ પુસ્તક ભારત અને દરેક નાગરિક માટે બહુ મોટી ગિફ્ટ છે...ઉદય મહરુકર(કેન્દ્રિય માહિતી કમિશ્નર)
હું આ સેમિનારમાં આવીને ખૂબ ખુશ છું. વાસ્તુશાસ્ત્રમાં મારો વિશ્વાસ હજારો ગણો વધી ગયો છે. આ પુસ્તક સમાજના દરેક વ્યક્તિને ઉપયોગી બનશે. આ પુસ્તમાં વાસ્તુશાસ્ત્રની ઝીણી ઝીણી વિગતો એટલી સુંદર રીતે દર્શાવવામાં આવી છે કે કોઈપણ નાગરિક પોતાનું જીવન ઉન્નત બનાવી શકે છે... અર્ચન ત્રિવેદી(કલાકાર)