IISF 2019 માં ભારત અને વિદેશમાંથી 12 હજાર જેટલા લોકો ભાગ લેશે તેવો અંદાજ છે. IISF 2019 ની ઇવેન્ટ વિશ્વા બાંગ્લા કન્વેન્શન સેન્ટર અને સાયનસીટી કોલકાતા ખાતે યોજાશે. સત્યજિત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ, બોઝ ઇન્સ્ટીટયુટ એન્ડ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ કેમિકલ બાયોલોજી આ ફેસ્ટિવલની અન્ય કેટલીક ઉજવણીના સ્થળો છે.
આ કાર્યક્રમ દરમિયાન 28 અલગ-અલગ ઇવેન્ટ અપડેટ થશે જેની માહિતી www.scienceindiafest.org પર ઉપલબ્ધ છે જેમાં દેશભરમાંથી 25થી વધુ વિદ્યાર્થીઓને આમંત્રિત કરાશે. ફેસ્ટિવલમાં 700 મહિલા સાઇન્ટીસ્ટ સહિત દેશ અને વિદેશના સાઇન્ટીસ્ટ ભાગ લેશે. ગુજરાતમાંથી પાંચ હજાર વિદ્યાર્થીઓ ભાગ લેશે.