- અમદાવાદની ગુફા ખાતે કરવામાં આવ્યું છે આયોજન
- 9 થી 13 ફેબ્રુવારી સુધી આ પ્રદર્શન દરેક વ્યક્તિઓ નિહાળી શકશે
- કેલિફોર્નિયાની પરંપરાગત ઇમારતોના ફોટોગ્રાફનું છે પ્રદર્શન
અમદાવાદ: એન.કે પટેલે તેમની પુત્રીની મુલાકાત દરમિયાન કેલિફોર્નિયાના સમૃદ્ધ અને ઐતિહાસિક વૈવિધ્યસભર સ્થાપત્યો તથા કેલિફોર્નિયામાં બીજા ઘણાં દેશોમાંથી લોકો સ્થાયી થયાં હોવાથી તેના મજબૂત પ્રભાવ હેઠળના સ્થાપત્યોના ફોટોગ્રાફ ક્લિક કર્યાં હતાં. જ્યાં પરંપરાગત સ્થાપત્ય શૈલીઓને કેલિફોર્નિયામાં અનુસરવામાં આવી છે.
કેલિફોર્નિયાની પરંપરાગત ઇમારતોના ફોટોગ્રાફનું છે પ્રદર્શન
આ પ્રસંગે એન.કે પટેલે જણાવ્યું હતું કે, “એક ડેવલપર અને ટાઉન પ્લાનર તરીકે હું ત્યાંના વૈવિધ્યસભર સ્થાપત્યોથી ઘણો પ્રભાવિત થયો હતો. એક તરફ ત્યાં ઊંચી ઇમારતો છે તો બીજા તરફ સ્પેનિશ, વિક્ટોરિયન અને નિયો-ક્લાસિકલ સ્થાપત્ય શૈલીથી પ્રભાવિત સદીઓ જૂના સ્થાપત્યો છે. તેમાંથી કેટલાંક ક્લાસિક તથા અદ્યતન અને પારંપરિક કળાનું ઉત્તમ મિશ્રણ છે.”
કેલિફોર્નિયાની પરંપરાગત ઇમારતોના ફોટોગ્રાફનું છે પ્રદર્શન
આ ફોટોગ્રાફ આધુનિક સ્થાપત્યોને કેવી રીતે પરંપરાગત સ્થાપત્યો સાથે સાંકળી શકાય અને બંન્નેના સમાંતર અસ્તિત્વનો પ્રેક્ટિકલ અભ્યાસ ઓફર કરે છે. આર્કિટેક્ચર અને ડિઝાઇનમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા લોકો તથા સ્થાપત્યોમાં રૂચિ ધરાવતા દરેક વ્યક્તિએ આ એક્ઝિબિશનની ચોક્કસપણે મુલાકાત લેવી જોઇએ. અમદાવાદની ગુફા ખાતે આર્ટ ગેલેરીમાં એક્ઝિબિશન સાંજે 4થી8 વાગ્યા સુધી 13 ફેબ્રુઆરી સુધી જોઇ શકાશે. દરેક વ્યક્તિ માટે એક્ઝિબિશન ખુલ્લું રહેશે.