અમીરી અને ગરીબીની જેમ શહેરી અને ગ્રામીણ જીવન ખૂબ જ અલગ-અલગ છે. આ મ્યુઝિયમમાં બંને જીવનની બે પરિસ્થિતિનો અંદાજ દર્શાવતા ચિત્રો રજૂ કરવામાં આવ્યા છે. જે વાસ્તવિકતાનો અંદાજ બતાવે છે. આ અંગે વાત કરતાં 'સાથ'ના મેનેજિંગ ટ્રસ્ટી રાજેન્દ્ર જોષીએ જણાવ્યું હતું કે, "શહેરમાં 35 ટકાથી વધુ લોકો ઝુંપડપટ્ટીમાં રહે છે. જ્યારે 60 ટકા લોકો મજૂરી અથવા અન-ઓર્ગેનાઈઝડ સેક્ટર સાથે સંકળાયેલા છે. દેશના વિકાસમાં તેમનો ફાળો ખૂબ મહત્વનો છે. ગરીબોની મહેનતને આ મ્યુઝિયમમાં દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે."
મ્યુઝિયમ વિશે વાત કરતાં કોન્ફિકટોરિયમના ડિરેક્ટર અવની શેઠીએ જણાવ્યું હતું કે, "ગરીબ માણસ મહેનત કરે છે. તેમ છતાં તે તેમાંથી બહાર નીકળી શકતો નથી. ત્યારે પ્રશ્ન થાય છે કે, આમા ભૂલ કોની છે? એ માણસની કે જેણે મહેનત કરી અથવા એવા શાસનની કે, જેણે આ પ્રકારની પરિસ્થિતિઓનું નિર્માણ કર્યુ. ગરીબ ખરેખર ગરીબ હોય છે કે, ગરીબને ગરીબ બનાવવામાં આવે છે. એ વાત સમજવી અને સમજાવવી ખરેખર અઘરી છે."