- વિરમગામ પોલિયો બુથ પર પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયો ટીપા પીવડાવવામાં આવ્યા હતા
- જાહેર સ્થળો પર બેનર્સ લગાવીને પોલિયો અભિયાન અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી
- વિરમગામ તાલુકામાં તમામ આરોગ્ય કેન્દ્ર દ્વારા પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવી
અમદાવાદ: વિરમગામ 31મી જાન્યુઆરીને રવિવારે પોલિયો બુથ પર પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા અને પોલિયો અભિયાનના બીજા અને ત્રીજા દિવસે પોલિયો ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને પ્રથમ દિવસે પોલિયો બુથ પર જે બાળકોને પોલિયો ન પીવડાવ્યો હોય તેવા બાળકોને ઘરે જઈ પોલિયો પીવડાવવામાં આવશે.
પોલિયો અભિયાનને સફળ બનાવવા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ જહેમત ઊઠાવી
અમદાવાદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શૈલેષ પરમાર, તાલુકા હેલ્થ ઓફિસર, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર, અર્બન હેલ્થ ઓફિસર, સુપરવાઇઝરો સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓએ પોલિયો અભિયાન સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
દેશમાં એક પણ પોલિયોનો કેસ ન થાય તે હેતુથી પોલિયો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે
વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલાએ જણાવ્યું હતું કે, દેશમાંથી પોલિયોનો એક પણ કેસ ન થાય તે હેતુથી પોલિયો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદ જિલ્લાના તમામ ગામોમાં પ્રાથમિક કેન્દ્ર દ્વારા પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવી હતી. વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસ ડૉ.વિરલ વાઘેલાએ જણાવ્યું હતું કે, પોલિયોના પ્રથમ દિવસે નજીકના પોલિયો બુથ ઉપર જઈ પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયોના ટીપા અવશ્ય પીવડાવવા જોઈએ.