ETV Bharat / state

પાછલા 4 દિવસમાં અમદાવાદમાં 50 ટકા કેસ રેડ ઝોન સિવાયના વિસ્તારોમાં નોંધાયા - એએમસી

અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 2543 પહોંચી ગઈ છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 48માંથી 6 વોર્ડને રેડ ઝોન જાહેર કરાયા છે. પરંતુ પાછલાં 4 દિવસમાં રેડ ઝોન સિવાયના વિસ્તારોમાં કોરોનાના 50 ટકા કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

પાછલા 4 દિવસમાં અમદાવાદમાં 50 ટકા કેસ રેડ ઝોન સિવાયના વિસ્તારોમાં નોંધાયા

author img

By

Published : Apr 29, 2020, 4:03 PM IST

અમદાવાદઃ અમદાવાદમાં વધુ કોરોના પોઝિટિવ કેસને લીધે 6 વોર્ડને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેડ ઝોન જાહેર કરાયાં હતાં. જોકે પાછલાં 4 દિવસ એટલે કે 25મી અને 28મી એપ્રિલના આંકડા મુજબ 50 ટકા કેસ રેડ ઝોન - કન્ટેનમેન્ટ વિસ્તાર બહારના હોવાનું સામે આવ્યું છે. પાછલા ચાર દંવસમાં અમદાવાદમાં કુલ 721કોરોના પોઝંટંવ કેસ નોંધાયા છે જે પૈકી 364 જેટલા કેસ રેડ ઝોન સિવાયના વિસ્તારોમાં નોંધવામાં આવ્યાં છે. આ આંકડાકીય ટ્રેન્ડ પ્રમાણે કોરોનાનો વ્યાપ શહેરના અન્ય વિસ્તારોમાં પણ વધ્યો હોવાનું સામે આવ્યું છે. અમ્યુકો દ્વારા બહેરામપુરા, દાણીલીમડા, જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુરને રેડ ઝોન જાહેર કરાયા હતાં. આ પહેલાં કોર્પોરેશન દ્વારા આ વિસ્તારોને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરાયાં હતાં.

પાછલા 4 દિવસમાં અમદાવાદમાં 50 ટકા કેસ રેડ ઝોન સિવાયના વિસ્તારોમાં નોંધાયા
પાછલા 4 દિવસમાં અમદાવાદમાં 50 ટકા કેસ રેડ ઝોન સિવાયના વિસ્તારોમાં નોંધાયા
પાછલા ચાર દિવસમાં નોંધાયેલા આંકડા પ્રમાણે મેમનગર, દૂધેશ્વર, મણિનગર, અસારવા, નરોડા-મેમ્કો, નારણપુરા, કાંકરિયા, મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં 50 ટકા જેટલા કેસ નોંધાયાં છે. 25મી એપ્રિલના રોજ શહેરમાં કુલ 182 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં હતાં. જે પૈકી 78 અને 26મી એપ્રિલના રોજ નોંધાયેલાં 178 કેસમાંથી 84 કેસ કોટ વિસ્તાર અને દાણીલીમડા બહારના હોવાનું સામે આવ્યું છે. 27 અને 28મી એપ્રિલના રોજ સંયુક્ત રીતે કુલ 361 પૈકી 195 કેસ રેડ ઝોન સિવાયના વિસ્તારોમાં નોંધાયાં છે.અમદાવાદમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. 28મી એપ્રિલ સુધીમાં અમદાવાદમાં કુલ 128 લોકોના મોત નિપજ્યાં હતાં. એક સપ્તાહમાં મૃત્યુ આંક લગભગ બમણો થઈ ગયો છે. રાજ્યમાં હાલ કુલ 181 લોકોના કોરોનાથી મોત થયા છે. 26મી એપ્રિલ સુધીના રોજ કોંગ્રેસના કાઉન્સિલર બદરુદ્દીન શેખનું પણ કોરોનાથી અવસાન થયું હતું. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3774 પહોંચી છે જેમાં સૌથી વધુ 2543 દર્દી અમદાવાદમાં નોંધાયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 434 દર્દીઓ જ રિકવર થઈ શક્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.