અમદાવાદ શહેરની નજીક આવેલા પીરાણા ગામમાં રહેલી ઈમામશાહ બાવા દરગાહના પરિસરમાં એક મંદિરનુ બાંધકામ કરવાનો ( case of Pirana Imamshah Dargah)પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે થયેલી જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટની નોટિસ બાદ, ઇમામશાહ બાવા રોજા ટ્રસ્ટે જવાબ રજૂ કર્યો છે. આ હિંદુઓનુ ધાર્મિક સ્થાન છે. આ ધાર્મિક સ્થાનના ટ્રસ્ટીઓમાં હિંદુ અને મુસ્લિમ બન્ને રહેલા છે.
દરગાહને લઈ હાઈકોર્ટમાં મામલો પીરાણાની ઈમામશાહ દરગાહને( Imamshah Bawa Dargah )લઈ હાઈકોર્ટમાં મામલો પહોંચ્યો છે. પીરાણા દરગાહ મૂળ હિંદુઓનું ધાર્મિક સ્થાન હોવાનુ સોગંદનામું ઈમામ શાહ બાવા રોઝાટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ટ્રસ્ટીઓમાં હિંદુ મુસ્લિમ અગ્રણી હોવાની સ્પષ્ટતા કરાઈ છે. પીરાણામાં આવેલી પ્રાચીન ઇમામશાહ બાવાની દરગાહ અને તેની ફરતે ધાર્મિક સ્થાનને હિંદુ ધાર્મિક સ્થાનમાં રુપાંતરણ કરવાની તજવીજ સામે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની રિટમાં ઇમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ તરફથી મહત્વનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો ભરૂચમાં આદિવાસીઓને ધર્મ પરિવર્તન કરાવનાર આરોપીની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી
ટ્રસ્ટીઓમાં હિંદુ અને મુસ્લિમ બન્ને સમુદાય એડવોકેટ એસ કે પટેલે જણાવ્યું હતું કે, જેમાં વર્ષો જૂના એક ઠરાવના આધારે દાવો કર્યો હતો કે, વાસ્તવમાં આ મૂળ ધાર્મિક સ્થાન હિંદુ ઓનું જ છે. આ ધાર્મિક સ્થાનના ટ્રસ્ટીઓમાં હિંદુ અને મુસ્લિમ બન્ને સમુદાયના અગ્રણીઓ છે. પરંતુ સંસ્થા હકીકતમાં સતપંથીઓની છે. ટ્રસ્ટ તરફથી રજૂ કરાયેલા સોગંદનામાને રેકર્ડ પર લઈ હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ મુકરર કરી હતી. ઇમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ તરફથી સોગંદનામાંમાં કેટલીક બહુ મહત્વની સત્ય હકીકતો ઉજાગર કરવાનો પ્રયાસ થયો હતો. ઇમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ તરફથી એડવોકેટ એસ.કે.પટેલે જણાવ્યું હતું કે, 1939 માં જજમનેટ મુજબ સંસ્થા સતપંથીઓ હિંદુની છે. જે ચુકાદા મુજબ જ ટ્રસ્ટની સ્કીમ બની છે.
પીઆઇએલમા આક્ષેપભરી રજૂઆત મહત્વનુ છે કે અગાઉ સામા પક્ષના અરજદાર દ્વારા કરાયેલી પીઆઇએલમા આક્ષેપભરી રજૂઆત કરાઇ હતી કે, પીરાણા સ્થિત ઇમામશાહ બાવાની દરગાહ 600 વર્ષ જૂની છે. ત્યાં મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો દુઆ, બંદગી અને દર્શન માટે આવે છે. પરંતુ ઇમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ દ્વારા સંબંધિત સત્તાવાળાઓના મેળાપીપણામાં આ પ્રાચીન દરગાહ અને તેની ફરતેના મુસ્લિમ ધાર્મિક સ્થાનોને હિંદુ ધાર્મિક સ્થાનમાં પરિવર્તિત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો મહત્વના કેસમાં પણ વકીલે મારી ગુલ્લી, HCએ કરી લાલ આંખ
કેસની વિગત આ કેસની વિગતો જોઈએ તો અમદાવાદ પાસે આવેલા પીરાણા ગામમાં ઈમામશાહ બાવા દરગાહ આવેલી છે. સુન્ની અવામી કોરમનો આક્ષેપ છે કે, આ પરિસરમાં એક મંદિરનુ બાંધકામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ આક્ષેપ સાથે તેમણે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરેલી છે. ઇમામ શાહ બાવા દરગાહ એ 600 વર્ષ જુની છે. જે હિન્દુ-મુસ્લિમ બંનેના આસ્થાના પ્રતિક સમાન છે.