- નવરાત્રીને લઇને પોલીસ એક્શનમાં
- નવરાત્રીના દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા
- પાર્ટી પ્લોટ અને ક્લબોમાં નવરાત્રિનું આયોજન નહી
અમદાવાદ: શહેરમાં આગામી દિવસોમાં નવરાત્રીનાં તહેવારને લઇને પોલીસનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જ્યારે રાજ્ય સરકારની કોરોના ગાઇડલાઈન મુજબ શહેરી ગરબાનું આયોજન કરી શકાશે. પરંતુ મર્યાદિત સંખ્યા એટલે કે ૪૦૦ લોકોની સાથે જ ગરબા રમી શકાશે. શેરી ગરબામાં રમતા ખેલૈયાઓએ ફરજીયાત પણે કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા હોવા જરૂરી છે.
અમદાવાદમાં નવરાત્રીને લઇને પોલીસની તૈયારી
નવરાત્રીને લઈને પોલીસનો એક્શન પ્લાન ગુજરાત સરકાર દ્વારા નવરાત્રીના દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. નવરાત્રીમાં ગરબા રમવા માટે 400 લોકોને મજૂરી આપવામાં આવી છે. ગરબા રમવા આવતા લોકોએ વેકસીન ફરજિયાત કરી છે,રાત્રે 12 વાગે સુધી કરફ્યુ સમય રાખવામાં આવ્યો છે. શેરી ગરબામાં 12 વાગ્યા પછી ગરબા ચાલુ રહેશે તો તેમના સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
ગાઇડ લાઈન સાથે આયોજન કરવું
લોકોને કોવિડની ગાઇડ લાઈનનું પાલન કરવા માટે પોસીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. સોસાયટીમાં પોલીસ કોવિડની ગાઈડ લાઈનને લઈને ચેરમેન અને રહીશોને કરશે જાગૃતવેકસીન ફરજીયાતને લઈને આયોજક ને કરશે વ્યવસ્થાજે લોકોરએ ડોઝ નહિ લીધા હોય તે ખેલૈયાઓ ગરબા નહિ રમી શકે. જેમાં પોલીસ દ્વારા સોસાયટીઓના ચેરમેન સેક્રેટરીને કોરોનાની ગાઇડલાઈનાનું પાલન કરવાની સાથે જ ગરબાનું આયોજન કરવાનું રહેશે.
સતત પોલીસનું પેટ્રોલિંગ
ત્યારે પોલીસ દ્વારા શેરી ગરબા અને સોસાયટીના ગરબાના સ્થળો પર સતત પોલીસ પેટ્રોલિંગ કરી નજર રાખવામાં આવશે. રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ રાત્રે ૧૨ વાગ્યા સુધી જ ખેલૈયાઓ ગરબા રમી શકશે અને લાઉડ સ્પીકર સુપ્રીમકોર્ટની ગાઇડ લાઈન મુજબ જ વગાડી શકાશે. પાર્ટી પ્લોટ અને ક્લબમાં થતા કોમર્શિયલ ગરબા નહિ યોજી શકાય.
આ પણ વાંચોઃ ગરબા રમવા માટે ડ્રેસ અને ઓર્નામેન્ટની સાથે ખેલૈયાઓએ કોરોના વેક્સિનના લીધા બન્ને ડોઝ
આ પણ વાંચોઃ રાજ્ય સરકારે નવરાત્રીમાં શરતી મંજૂરી આપતા સ્થાનિક કારીગરોમાં ઉભો થયો આશાવાદ