ETV Bharat / state

બાવળાના નાનોદરા ગામમાં GEBની બેદરકારીથી રૂ. 8 લાખનું ઘાસ બળીને ખાક

author img

By

Published : Feb 20, 2021, 3:44 PM IST

બાવળાના UGVCL દ્વારા ગ્રામ્ય વિસ્તારોને ખેતી માટે થ્રી ફેઝ લાઈન કનેક્શન આપવામાં આવ્યું છે, પરંતુ તંત્ર દ્વારા સમયાંતરે મેઈન્ટેનન્સ ન કરાતા અવારનવાર અકસ્માત સર્જાય છે. બાવળાના એક ખેડૂતને પણ આના કારણે નુકસાન થયું છે. આ લાઈટના વાયર હવામાં ઝૂલતા હોવાથી તેના તણખલાં ખેડૂતના ખેતરમાં પડ્યા હતા. જેથી કારણે ખેડૂતનું રૂ. 8 લાખનું ઘાસ બળીને ખાક થઈ ગયું હતું.

બાવળાના નાનોદરા ગામમાં GEBની બેદરકારીથી રૂ. 8 લાખનું ઘાસ બળીને ખાક
બાવળાના નાનોદરા ગામમાં GEBની બેદરકારીથી રૂ. 8 લાખનું ઘાસ બળીને ખાક
  • થ્રી ફેઝ લાઈનના જોલા ખાઈ રહેલ વીજ તાર અથડાવાથી તણખાં ઝરે સૂકા ઘાસમાં પડતા સળગ્યું ઘાસ
  • અકસ્માત બનાવ અંગે બાવળા જીઇબી તંત્રને ખેડૂતે લાઈટ આપવા જાણ કરી છતાં ડેપ્યુટી ઈજનેરના ઠાગાઠૈયા
  • બાવળા એપીએમસીના ડિરેક્ટરની ભલામણથી ખેડૂતને અપાયો વીજ પૂરવઠો
    અકસ્માત બનાવ અંગે બાવળા જીઇબી તંત્રને ખેડૂતે લાઈટ આપવા જાણ કરી છતાં ડેપ્યુટી ઈજનેરના ઠાગાઠૈયા

બાવળાઃ નાનોદરા ગામના લાલ મેર નામના ખેડૂતના બોર નજીક બે વિજ પોલ છે, જેના વાયર ઘણા સમયથી ઢીલા થઈ ગયા છે. આ વાયરના તણખલાં તેમના ખેતરમાં પડતા તેમના ખેતરમાં પડેલું રૂ. 8 લાખનું ઘાસ બળીને ખાક થઈ ગયું હતું. તેમણે આક્ષેપ કર્યો છે કે, યુજીવીસીએલ તંત્રએ ઘણા સમયથી આ વીજ પોલનું મેઈન્ટેનન્સ ન કરતા આ ઘટના બની છે.

સમયસર વીજ પુરવઠો ન મળતા ખેડૂતને અંદાજે રૂ. 8 લાખનું ઘાસ બળીને ખાખ

આ ખેડૂતે ગામના પૂર્વ સરપંચ ગૌતમભાઈનો સંપર્ક કર્યો હતો. ગૌતમભાઈના કહેવાથી અધિકારીએ માત્ર 10 મિનિટ લાઈટ બંધ કરી દીધી હતી. જોકે, ત્યારે ઘાસ સળગી રહ્યું હતું, ફરીથી લાઈટ આપવા બાબતે એપીએમસીના ડિરેક્ટર રમેશભાઈનો સંપર્ક કર્યો હતો. તેની વિનંતીથી પણ લાઈટ મળી હતી, પરંતુ ત્યાં સુધી તો 60 ટકા ઘાસ બળીને ખાક થઈ ગયું હતું. આથી 8 લાખનું નુકસાન થયું છે તેવુ ખેડૂતે જણાવ્યું હતું.

UGVCL ખેડૂતને વળતર આપવું જોઈએઃ બાવળા એપીએમસી

બાવળા એપીએમસીના ડિરેક્ટર રમેશ મકવાણાએ કહ્યું, જો ખેડૂતને સમયસર લાઈટ મળી જાત તો મોટું નુકસાન ન થયું હોત. એક બાજુ ખેડૂતનો ડાંગરનો પાક નિષ્ફળ ગયો ત્યારે એને ડાંગરનું ઘાસ જ મળ્યું હતું. એમાંય વળી આ આગના આ બનાવે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે બાવળા UGVCL જ ખેડૂતને થયેલ નુકશાની અંગે વળતર આપવું જોઈએ. જો, આમ ન થાય તો હું આગામી સમયમાં આ ખેડૂતને ન્યાય અપાવવા આંદોલન કરવું પડશે તો આંદોલન પણ કરીશ અને ન્યાય અપાવીશ. જો કે, ખેડૂત મણિલાલ મેરે આ અંગે બાવળા તાલુકા વિકાસ અધિકારી, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી તેમ જ અમદાવાદ કલેકટરને લેખિત જાણ કરી સર્વે કરી નુકસાનના વળતરની માગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.