ETV Bharat / state

Ahmedabad Crime: મેઘાણીનગરમાં તસ્કરોએ ગેસ કટરથી ATM કાપી 10.74 લાખની કરી ચોરી - Ahmedabad crime News

અમદાવાદ શહેરમાં ફરી વાત તસ્કરો બેફામ બન્યા હોય તેવી ઘટના બની છે. મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ભાર્ગવ રોડ પર રાતના સમયે બે શખ્સોએ ભેગા મળીને ગેસ કટરની મદદથી એટીએમમાંથી લાખો રૂપિયાની ચોરી કરી હતી. જે ઘટનામાં સામેલ આરોપી સીસીટીવી ફૂટેજમાં કેદ થતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમ કામે લગાડી છે.

મેઘાણીનગરમાં તસ્કરોએ ગેસ કટરથી ATM કાપી 10.74 લાખની કરી ચોરી
Etv મેઘાણીનગરમાં તસ્કરોએ ગેસ કટરથી ATM કાપી 10.74 લાખની કરી ચોરી Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 12:06 PM IST

મેઘાણીનગરમાં તસ્કરોએ ગેસ કટરથી ATM કાપી 10.74 લાખની કરી ચોરી, ચોરી બાદ પૈસા લઈ સામાન મૂકી ફરાર...

અમદાવાદ: શહેરમાં ચોરીના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ભાર્ગવનગર રોડ પર રવિવારે રાતના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. ખાનગી બેંકના એટીએમમાં ચોરીના ઈરાદે બે શખ્સો પ્રવેશ્યા હતા. જેમાં ગેસ કટર અને અન્ય સંસાધનો સાથે પ્રવેશી બેંકના એટીએમને ગેસ કટરથી કાપી 10 લાખ 74 હજાર જેટલી રોકડ રકમની ચોરી કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઈન્ડસઈન્ડ બેંકમાં ચોરીની જાણ થતા સ્થાનિક પોલીસ સહિત ક્રાઈમ બ્રાંચની ટીમ સ્થળ પર પહોંચી હતી.

"મોડી રાત્રે બેથી ત્રણ વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી, આરોપીઓએ 20 થી 25 મિનિટમાં જ આ ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ તો આરોપીઓના ફિંગરપ્રિન્ટ્સ સહિતના પુરાવા એકત્ર કરી આરોપીને પકડવા માટે ટીમ કામે લગાડવામાં આવી છે.-- આર.ડી ઓઝા, (ઈન્ચાર્જ એસીપી, જી ડીવીઝન, અમદાવાદ)

આરોપીઓની ધરપકડ: આરોપીઓએ ચોરી કર્યા બાદ ગેસ કટર સહિતના ઉપકરણો એટીએમ રૂમમાં જ મુકી ફરાર થઈ ગયા હોય આ મામલે પોલીસે એફએસએલ અને ડોગ સ્કવોર્ડની મદદ લઈ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. એટીએમ રૂમમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં બે શકમંદ કેદ થયા છે. તેવામાં પોલીસે આ ઘટનાને પગલે મેઘાણીનગર પોલીસ મથકે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ માટે અલગ અલગ ટીમ કામે લગાડી છે.

વડોદરામાં પણ બન્યો બનાવ: વડોદરાના મનીષા ચાર રસ્તા પાસે આવેલા કોમ્પલેક્ષના એક ઘરમાં રાત્રીએ ચોર ઘુસ્યો હતો. પરંતુ આ ચોરને ઘરમાં રહેલી મા-દીકરીએ પકડી લીધો હતો. જોકે, તસ્કરે ચાકુથી મા પર જીવલેણ હુમલો કરી ચાંદીની થાળી લઈ નાસ્યો હતો. મહિલાએ બુમાબુમ કરતા રહિશોએ ચોરને દબોચી મેથીપાક ચખાડ્યો હતો. બાદમાં પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.

  1. Ahmedabad Crime : ઠગાઈના ગુનામાં નિવૃત આઈપીએસના પુત્રની ગાંધીધામના રિસોર્ટમાંથી ધરપકડ, બે કેસમાં વોન્ટેડ
  2. Ahmedabad News: અમદાવાદમાં 4 કિલોથી વધુ ગાંજો લઈને ઓરિસ્સાથી આવેલો યુવક ઝડપાયો
  3. Ahmedabad Loot: મેડિકલ સ્ટાફની જેમ એપ્રેન પહેરી લૂંટ કરનાર મહિલા ઝડપાઈ, જાણો કેવી રીતે આપતા ગુનાને અંજામ ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.