અરજદારના વકીલ વાતચીત કરતા જણાવ્યું હતું કે, જામનગર કસ્ટોડિયલ ડેથ કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા સંજીવ ભટ્ટના જમીન ફગાવી દેવામાં આવ્યા છે, પરંતુ 1996ના આટલા જૂના કેસમાં જામીન અરજી પણ આટલી જ મહત્વપૂર્ણ છે અને આગામી દિવસોમાં 1996ના કેસમાં જ્યૂડિયશલ કસ્ટડી રાખી શકાય નહીં.
ઉલ્લેખનીય છે કે, સંજીવ ભટ્ટ દ્વારા ડિસ્ચાર્જ અરજી ફગાવવાના નીચલી કોર્ટના આદેશને પડકાર્યો છે.આગામી દિવસોમાં બંને કેસમાં સુનાવણી હાથ ધરાશે.