ETV Bharat / state

ભારતી આશ્રમ વિવાદ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ઋષિ બાપુ વિરૂદ્ધ અરજી

ભારતી આશ્રમની જમીનોને લઈ વિવાદ સપાટી (Bharti Ashram controversy )પર આવ્યો છે. કરોડોની જમીન પચાવી પાડવાના આક્ષેપ થઈ રહ્યા છે. તેવામાં હરિહરાનંદ સ્વામી તરફથી યદુ નંદન ભારતી સ્વામીએ સરખેજ પોલીસ સ્ટેશને પહોંચી આશ્રમ પર કબ્જો કરવા માટે ઋષિ ભારતી બાપુએ બનાવટી એકાઉન્ટ અને દસ્તાવેજો બનાવ્યાનો આક્ષેપ કાર્યો છે.

ભારતી આશ્રમ વિવાદ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ઋષિ બાપુ વિરૂદ્ધ અરજી
ભારતી આશ્રમ વિવાદ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ઋષિ બાપુ વિરૂદ્ધ અરજી
author img

By

Published : May 9, 2022, 8:56 PM IST

અમદાવાદઃ ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ રાજ્યમાં અલગ કરોડોની આશ્રમની જમીનોને લઈ(Bharti Ashram controversy) વિવાદ સપાટી પર આવ્યો છે. કરોડોની જમીન પચાવી(Bharti Aashram)પાડવાના આક્ષેપ થઈ રહ્યા છે. તેવામાં હરિહરાનંદ સ્વામી તરફથી યદુ નંદન ભારતી સ્વામીએ સરખેજ પોલીસ સ્ટેશને પહોંચી આશ્રમ પર કબ્જો કરવા માટે ઋષિ ભારતી બાપુએ બનાવટી એકાઉન્ટ(Bharti Ashram land dispute ) અને દસ્તાવેજો બનાવ્યાનો આક્ષેપ કાર્યો છે. તો પોલીસે પણ આ મામલે રજૂઆત સાંભળી ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન મેળવી કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે.

ભારતી આશ્રમ વિવાદ

આ પણ વાંચોઃ Hariharananda Bharti Bapu missing: હરિહરાનંદ બાપુના ગુમ થવા પર શું કહ્યું બાપુના શિષ્ય કાળુ ભગતે?

આશ્રમની જમીન હડપવાનો વિવાદ - ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ આશ્રમની જમીન હડપવાનો વિવાદ સમવાનું નામ લેતો નથી. સરખેજ પોલીસ સ્ટેશને પહોંચેલા યદુનંદન મહારાજ મીડિયા સમક્ષ મોટો ઘટસ્ફોટ કર્યો છે. પોલીસને રજૂઆત કરવા પહોંચેલા બાપુએ જણાવ્યું કે અમે ગયા મહિને પોસ્ટ દ્વારા પણ પોલીસને ફરિયાદ મોકલી હતી. જેના પર હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. હવે રૂબરૂ ફરિયાદ કરવા આવ્યા છીએ. જે પણ લોકો આમાં ઇનવોલ હોય તેમની સામે કાર્યવાહી થાય. આશ્રમ પર કબ્જો કરવા માટે રૂષિભારતી બાપુ એ બનાવટી એકાઉન્ટ અને દસ્તાવેજો બનાવ્યાનો આક્ષેપ કર્યોં છે.

વકીલ પાસે બનાવટી દસ્તાવેજો બનાવ્યા - રાજકોટના વકીલ પાસે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. ભારતી બાપુના બ્રહ્મલિન થયાના એક મહિના પહેલા દસ્તાવેજો બનાવ્યા હોવાનું તેમને જણાવ્યું છે. સાથે તેઓએ બે લેગ અલગ વિલ રજૂ કર્યા છે. બંનેમાં ભારતી બાપુની અલગ અલગ સહી હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે ગુજરાત ભરના આશ્રમોની કુલ 1500 કરોડની સંપતી પચાવી લેવા કારસો રચાયો છે.

આ પણ વાંચોઃ Hariharanandji Found From Nasik : હરિહરાનંદજીને સેવકો નાસિકથી ગોતી લાવ્યાં, પોલીસે શું કર્યું જૂઓ

સરખેજ આશ્રમ વિવાદ - બીજીતરફ એમ ડિવિઝનના એસીપી એસ ડી પટેલ એ જણાવ્યું કે આશ્રમ વિવાદ મામલે રજૂઆત મળી છે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન બાદ યોગ્ય પગલાં લેવામાં આવશે. જ્યારે મહત્વનું છે કે ભારતી બાપુના બ્રહ્મલીન થયાની ઘટના બાદ રાજ્યના અલગ અલગ જગ્યાઓ પર આવેલ આશ્રમોની જમીનને લઈ જૂનાગઢ મહંત હરીહરાનંદજી મહારાજ અને ૠષિ ભારતી મહારાજ સામ સામે આવ્યા છે. અગાઉ હરિહરાનંદજી મહારાજે સરખેજ આશ્રમના વિવાદને કારણે ગુમ થયા હોવાનું પણ સામે આવ્યું હતું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.