ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યા ઘટાડવા એક પ્લાન બનાવવામાં આવ્યો છે. જેમાં શહેરમાં પિક અવર્સમાં ટ્રાફિકની ઘણી સમસ્યા સર્જાય છે ત્યારે સમસ્યા નિવારવા માટે શહેરમાં સ્માર્ટ સિગ્નલ લગાવવાનો નિર્ણય કર્યો છે. એક સમય એવો આવે છે જ્યાં એક બાજુ ઓછા વાહનો હોવા છતાં પણ જ્યાં સુધી સિગ્નલનો સમય પુર્ણ ન થાય ત્યાં સુધી લોકોએ રાહ જોવી પડે છે તો હવે સ્માર્ટ સિગ્નલ લાગવાથી શહેરના મુખ્ય ટ્રાફિક જંકશન પર સ્માર્ટ સેન્સરવાળા સિગ્નલ લગાવવામાં આવશે.
આ સિગ્નલ વાહનો ઓછા અને વધારે હશે તે મુજબ સમયમાં બદલાવ કરશે. ટ્રાફિક જંકશન પર આ સેન્સર સિગ્નલ વાહનોની સંખ્યા ઓટોમેટિક જાણી અને જાતે જ સમય સેટ કરશે જેથી લોકોના સમય બચશે અને ટ્રાફિકની સમસ્યા દૂર થશે.