અમદાવાદઃ ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘાટી પર થયેલી હિંસક ઝડપમાં ભારતના 20 કરતાં વધુ સૈનિકો શહીદ થયા છે. જેના પ્રત્યાઘાત સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં જોવા મળ્યા હતા. લોકોમાં ચીન વિરુદ્ધ આક્રોશ ભભૂકી ઉઠયો હતો અને તેને લઈ ચીનનો વિરોધ પણ જોવા મળ્યો હતો.
સાથે જ ચીનના રાષ્ટ્રપતિ સામે વિરોધ નોંધાવી અને ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે તેને લઇ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી સાથે સાથે ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી હોળી કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, દેશ સાથે સમગ્ર રાજ્યમાં ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે, ત્યારે વિર શહીદોનો બદલો લેવો પણ ખૂબ જરૂરી બન્યો છે.