ETV Bharat / state

દારૂના નશામાં વેપારીએ ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી... કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ - businessman fired three rounds

અમદાવાદ શહેરમાં ફાયરિંગનો બનાવ (Three rounds firing at Nicole )બન્યો છે. આ બનાવ બનતા પોલીસને તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી. રાત્રે બનેલી આ ઘટનામાં સામે (Incident of firing in Ahmedabad)આવ્યું કે એક વ્યક્તિ દારૂના નશામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. તેમજ પોલીસે પ્રોહીબિશન અને હથિયાર ધારા મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

દારૂના નશામાં વેપારીએ ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી... કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ

author img

By

Published : Jul 2, 2022, 8:34 PM IST

અમદાવાદઃ શહેરમાં ફાયરિંગનો બનાવ (Three rounds firing at Nicole )બન્યો છે. આ ફાયરિંગનો બનાવ બનતા પોલીસને તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇ (Incident of firing in Ahmedabad)હતી. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં સામે આવ્યું કે એક વ્યક્તિ દારૂના નશામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. કોણ છે આ શખ્સ જોઈએ આ અહેવાલમાં.

ફાયરિંગ

ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું - આરોપી ચરણજીત સરના જે નિકોલના ગોવર્ધન ગેલેક્સી બંગલોમાં રહે છે. તેની હાલ નિકોલ પોલીસે ધરપકડ કરી છે. ત્યારે આરોપી ગઈ રાત્રે ઘરની બહાર નીકળ્યો હતો. ત્યાં ચિરાગ હદવાણી નામના વ્યક્તિ પોતાનું શ્વાન લઈ વોકિંગ કરવા નિકલ્યા હતા. અચાનક જ ચરણજીતએ કપડાના ફેટમાંથી હથિયાર કાઢી ચિરાગસામે તાકયું. ચિરાગ હજુ કઈ સમજે એ પહેલા આરોપીની પુત્રી આવી ગઈ અને પિતાના હાથને ધક્કો મારતા આરોપીએ હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. હવામાં ફાયરિંગ થતા જ ચિરાગની જાન બચી ગઈ હતી.

આ પણ વાંચોઃ રામોલમાં બે રાઉન્ડ ફાયરિંગ, પોલોસે 6 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

ગુનો નોંધી ધરપકડ કરી - પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચીને જોયું તો આરોપી ચરણજીત અસ્વસ્થ હાલતમાં એટલે કે નશાની હાલતમાં હતો. જેથી પોલીસે તેની આકરી પૂછપરછ કરી અટકાયત કરી છે. તેમજ તેની સામે પ્રોહીબિશન અને હથિયાર ધારા મુજબ ગુનો નોંધી ધરપકડ પણ કરી છે. આરોપી ગ્રોસરીની દુકાન ધરાવી વેપાર કરે છે પણ તે દારૂનો વ્યસની છે. નશામાં જ તેણે હથિયારથી ફાયરિંગ પણ કર્યું છે. આરોપી પાસે હથિયારના લાયસન્સ પણ છે. પહેલા લિકર પરમીટ હતી પણ તે રીન્યુ ન થતા તેણે ક્યાંકથી ગેરકાયદે દારૂ મંગાવી પીધો હતો.

આ પણ વાંચોઃ Firing in Ahmedabad SBI : ફાયરિંગ કરનાર આરોપી ઝડપાયો, ફાયરિંગ કરવાનું કારણ જાણી ચોંકી જશો

પોલીસ લાયસન્સ કેન્સલ કરવાનો રિપોર્ટ કરશે - આરોપી પાસે પહેલા ત્રણ હથિયાર હતા પણ કાયદા મુજબ બે જ હથિયાર રાખી શકાતા હોવાના લીધે એક રાઇફલ તેને ઓઢવમાં જમા કરાવી દીધી હતી. બાદમાં એક પીસ્ટલ અને એક બાર બોરનું હથિયાર રાખ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલ આરોપી સામે ગુનો નોંધાતા હવે પોલીસ લાયસન્સ કેન્સલ કરવાનો રિપોર્ટ કરશે. હાલ પોલીસે જે હથિયારથી ફાયરિંગ કર્યું તે કબ્જે કરી કોઈ અદાવત હતી કે નશામાં જ ફાયરિંગ કર્યું તેના મૂળ સુધી પહોંચવા પ્રયત્નો હાથ ધર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.