ETV Bharat / state

અમદાવાદમાં અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, શકમંદ CCTV કેમેરામાં થયા કેદ - Ahmedabad crime news

અમદાવાદ : નાના બાળકો પર દુષ્કર્મના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં શ્રમિક પરિવારની અઢી વર્ષની બાળકી ઘર પાસે રમી રહી હતી ત્યારે અજાણ્યા ઇસમેં બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. જેમાં 14 કલાક બાદ બાળકી ગુમ થયેલી જગ્યાએથી જ પરત મળી આવી હતી. આ મામલે પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. જેમાં CCTV ફૂટેજમાં શકમંદ ઇસમ પણ કેદ થયો છે.

Ahmedabad
અમદાવાદ
author img

By

Published : Dec 30, 2019, 5:12 PM IST

શહેરના એક વિસ્તારમાં આવેલી ખુલ્લી જગ્યામાં શ્રમિક પરિવાર છાપરા બાંધીને રહે છે. ત્રણ દિવસ પહેલા આ પરિવારની બાળકી ઘર બહારથી ગુમ થઈ હતી. જેને પગલે તેના પરિવારજનોએ આસપાસમાં શોધખોળ કરી પણ બાળકી મળી નહોતી.

આ મામલે સરખેજ પોલીસે CCTV તેમજ અલગ અલગ જગ્યાએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન બીજા દિવસે વહેલી સવારે 5 વાગ્યે ઘર નજીક આવેલા ત્રણ રસ્તા પાસેથી બાળકી રડતી હાલતમાં મળી આવી હતી. ત્યારે બાળકી 14 કલાક સુધી ગુમ રહી અને તે બાદ પરિવારને મળી હતી.

અમદાવાદમાં અઢી વર્ષની બાળકી બની દુષ્કર્મનો ભોગ

બાળકી મળી ગયા બાદ પોલીસે તપાસ કરતા તેની સાથે કોઈ ઘટના બની હોવાની શંકા ગઈ હતી. જેથી પોલીસે બાળકીની મેડિકલ તપાસ કરાવતા બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો હતો. જેથી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

હાલ આ મામલે સરખેજ પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. જેમાં શકમંદ ઇસમના CCTV ફૂટેજ પણ મળી આવ્યા છે. જેની પોલીસ શોધખોળ કરી રહી છે.

Intro:અમદાવાદ:નાના બાળકો પર દુષ્કર્મના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં શ્રમિક પરિવારની ૨.૫ વર્ષની બાળકી ઘર પાસે રમી રહી હતી ત્યારે અજાણયા ઇસમેં બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું છે,૧૪ કલાક બાદ બાળકી ગુમ થયેલી જગ્યાએથી જ પરત મળી આવી છે.આ મામલે પોલીસે ગુનો નોધી તપાસ શરુ કરી છે જેમાં સીસીટીવી ફૂટેજમાં શકમંદ ઇસમ પણ કેદ થયો છે..
Body:શહેરના આંબલી-બોપલ રોડ પર રામેશ્વર ફાર્મ નજીક આવેલા ખુલ્લી જગ્યામાં શ્રમિક પરીવાર છાપરા બાંધીને રહે છે. ત્રણ દિવસ પહેલા આ પરિવારની બાળકી ઘર બહારથી ગુમ થઈ હતી. જેને પગલે તેના પરિવારજનોએ આસપાસમાં શોધખોળ કરી પણ બાળકી મળી નહોતી. આ મામલે સરખેજ પોલીસે સીસીટીવી તેમજ અલગ અલગ જગ્યાએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી, આ દરમિયાન બીજા દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે ઘર નજીક આવેલા ત્રણ રસ્તા પાસેથી બાળકી રડતી હાલતમાં મળી આવી હતી.બાળકી ૧૪ કલાક સુધી ગુમ રહી અને તે બાદ પરિવારને મળી હતી..

બાળકી મળી ગયા બાદ પોલીસે તપાસ કરતા તેની સાથે કોઈ ઘટના બની હોવાની શંકા ગઈ હતી. જેથી પોલીસે બાળકીની મેડિકલ તપાસ કરાવતા બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો હતો. જેથી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.હાલ આ મામલે સરખેજ પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે જેમાં શકમંદ ઇસમના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે...

બાઈટ- વી.જી.પટેલ(એસીપી- એમ.ડિવિઝન)

નોંધ- હિન્દી બાઈટ છે તો નેશનલ.ડેસ્કઃને આપવી..Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.