- અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી
- અમદાવાદમાં એક જ દિવસમાં Murderના 3 બનાવો સામે આવ્યા
- મેઘાણીનગર, મેમકો, અને રામોલમાં Murderના બનાવો
અમદાવાદ : મેઘાણીનગરમાં યુવકને ફિયાન્સી અને તેના પ્રેમી વચ્ચે પ્રેમસંબંધની જાણ થતાં ફિયાન્સે મિત્રો સાથે મળીને પ્રેમીની હત્યા (Murder) કરી નાખી હતી. તમામ ઘટનામાં પોલીસે ગુનો નોંધીને હત્યારાઓને પકડવા તજવીજ શરૂ કરી છે. જ્યારે મેઘાણીનગર વિસ્તારમાં હિતેશ બાબુભાઇ પટણી મેઘાણીનગરમાં રહેતો હતો.
ફિયાન્સને પ્રેમીની છરી વડે હુમલો કરી તેની હત્યા કરી
રામેશ્વર વિસ્તારમાં જ એક યુવતી સાથે હિતેશને પ્રેમસંબંધ હતો. ઠક્કરબાપાનગરમાં રહેતા અલપુ પટણી નામના યુવક સાથે યુવતીની સગાઈ નક્કી થઈ ગઈ હતી. જ્યારે ફિયાન્સને યુવતી અને તેના પ્રેમી વચ્ચેના પ્રેમસંબંધની જાણ થઈ હતી. જેથી અલપુને ગુસ્સો આવ્યો હતો અને તેના મિત્રોને લઈને ગઇકાલે બપોરે એક વાગ્યાની આસપાસ હિતેશને ઘર પાસે બહાર જ હિતેશને લાવીને છરી અને અન્ય ઘાતક હથિયારો વડે હુમલો કરી તેની હત્યા (Murder) કરી નાંખી હતી.
મહિલા તેના ત્રણ બાળકો અને પતિ સહિત પરિવાર સાથે રહેતી
બીજી ઘટનામાં રામોલ વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા (Murder) કરી છે. જેમાં રામોલ વિસ્તારમાં આવેલા જામફળવાડીમાં ગાયત્રીપાર્ક સોસાયટીમાં ભૂમિકા પંચાલ નામની મહિલા તેના ત્રણ બાળકો અને પતિ સહિત પરિવાર સાથે રહેતી હતી. ભૂમિકાના પતિને CTM વિસ્તારમાં રહેતા વનરાજસિંહ સિંધા સાથે કારખાનામાં કામ બાબતે ઓળખાણ થઈ હતી. જે પછી વનરાજસિંહ ભૂમિકાના ઘરે આવતો જતો હતો.
આ પણ વાંચો : મોરબીના લાલપર ગામે યુવાનને છરીના ઘા ઝીંકી કરાઈ હત્યા
સાસુ અને પતિ બહાર ગયા હતા ત્યારે વનરાજસિંહ ઘરે આવ્યો
ભૂમિકા અને વનરાજસિંહ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. એક મહિના પહેલા મોડી રાતે ધાબા પર બધા સુતા હતા ત્યારે વનરાજસિંહ આવ્યો હતો. ભૂમિકાનો પતિ બન્નેને જોડે જોઈ જતા તેઓએ સાસરી પક્ષને બોલાવી જાણ કરી હતી. ભૂમિકાએ ફરી આવું નહિ થાય તેમ જણાવ્યું હતું. ભૂમિકાના સાસુ અને પતિ બહાર ગયા હતા ત્યારે વનરાજસિંહ ઘરે આવ્યો હતો. તે દરમિયાન પ્રેમીએ ઘરને અંદરથી લોક મારી દીધું હતું.
વનરાજસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
પ્રેમીએ પ્રેમિકા સાથે તેના નાની ઘરમાં હાજર હોવા છતાં ઝઘડો કર્યો હતો. જેથી નાની રોકવા જતા તેમને પાડી દીધા હતા અને પ્રેમિકા પર છરીથી હુમલો કરી દેતા ત્યાં જ તેનું મોત થયું હતું. પ્રેમીએ પોતે ગળા અને પેટના ભાગે ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પાડોશીએ ભૂમિકાના પતિને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વનરાજસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું પણ મોત થયું હતું. રામોલ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરઃ ભાજપના 3 નેતાઓની હત્યા કરનાર હિજબુલના મુખ્ય કમાંડર સૈફુલ્લાને ઠાર મરાયો
નીરજ તેના વતનથી ચાર દિવસ પહેલા જ અમદાવાદ આવ્યો
ત્રીજી ઘટનામાં મેમકો વિસ્તારમાં ભગવતીનગરમાં રહેતી રૂબી વર્મા નામની મહિલાનો ભાઈ નીરજ તેના વતનથી ચાર દિવસ પહેલા જ અમદાવાદ આવ્યો હતો. બે દિવસથી તેના ભાઈને ઘરે જમવા આવવા માટે કહેતા છતા નીરજ આવતો ન હતો. ત્યારે નીરજ ઘરે ન આવતા તેના મિત્ર શૈલેશને ફોન કર્યો હતો.
ઝઘડાની અદાવતમાં બોલચાલી થતા ચાર લોકોએ હુમલો કર્યો
શૈલેશને ફોન કરીને પુછતા તેને જણાવ્યું કે, નીરજને મેમકોમાં રહેતા રમેશ ઉર્ફે કબૂતર સાથે અગાઉના ઝઘડાની અદાવતમાં બોલચાલી થતા તેના પર છરી વડે ચાર લોકોએ હુમલો કર્યો છે. તેને સારવાર માટે 108માં સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા છે. જેથી હોસ્પિટલમાં જતા નીરજ ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત હતો અને મોડી રાતે તેનું સારવાર દરમિયાનન મોત થયું હતું. શહેરકોટડા પોલીસે હત્યા (Murder)નો ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો -
- જેતપુરમાં હોળીના દિવસે ખેલાઈ ખૂનની હોળી
- સુરતમાં સિદ્ધાર્થ રાવની હત્યાના મામલે બે આરોપી ઝડપાયા
- કચ્છમાં પિતાએ દિવ્યાંગ પુત્રની ગળું દબાવીને હત્યા કરી હોવાનો પોસ્ટમોર્ટમમાં ખુલાસો
- આણંદ જિલ્લાના માથાભારે શખ્સની સુરતમાં હત્યા
- Narmada murder: તિલકવાડાના માંગુ ગામના 70 વર્ષીય વૃદ્ધની હત્યા
- ઉમરગામના ફણસા ગામે પતિએ કરી પત્નીની હત્યા, 2 બાળકો બન્યા નોંધારા
- ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકે સંચાલકની લોખંડની પાઈપના 13 ઘા મારીને કરી હત્યા
- Double Murder: ભાવનગરમાં એક જ દિવસમાં 2 હત્યા, મહિલાનો મૃતદેહ ફ્લેટમાં બાંધેલી હાલતમાં મળ્યો