20 જુલાઈએ જામનગર સેશન્સ કૉર્ટે સંજીવ ભટ્ટ સહિત એક પોલીસ અધિકારીને IPC અધિકારીને PC કલમ 302 હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. અન્ય આરોપીઓને 232 અને 506 મુજબ કસ્ટોડિયલ ટોર્ચરમાં દોષિત ઠેરવાયા હતા. જેમાં સંજીવ ભટ્ટ અને પ્રવિણસિંહ ઝાલાને સજા ફટકારવામાં આવી હતી. જ્યારે અન્ય પાંચ આરોપીઓની સજા જાહેર કરાઈ નથી.
![1990 કસ્ટોડિયલ ડેથ કેસઃ સેશન્સ કૉર્ટની સજા વિરૂદ્ઘ પૂર્વ IPS સંજીવ ભટ્ટની હાઈકૉર્ટમાં રિટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-13-sanjiv-bhatt-jamnagar-custodial-death-lower-court-aajivan-ked-ni-saja-jaamin-arji-notice-to-state-photostory-7204960_25072019183521_2507f_1564059921_781.jpg)
વર્ષ 1990માં સંજીવ ભટ્ટ જામનગરના એસ.પી તરીકે ફરજ બજાવતા હતા, દરમિયાન ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની આગેવાનીમાં યોજાયેલી રથયાત્રામાં 150 જેટલા લોકોની અટકાયત કરાઈ હતી. જેમાં પ્રભુદાસ વૈષ્ણવની કોસ્ટોડિયલ ટોર્ચરમાં મોત થયું હતું.
મૃતકના ભાઈ દ્વારા સંજીવ ભટ્ટ સહિત 8 પોલીસ અધિકારીઓ વિરુદ્ઘ કસ્ટોડિયલ ટોર્ચરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે મુદ્દે સેશન્સ કૉર્ટે સંજીવ ભટ્ટ અને સહ આરોપીઓને સજા ફટકાર્યા બાદ તેની સામે આરોપીઓએ રિટ દાખલ કરી છે. જે મુદ્દે હાઈકૉર્ટે ગુજરાત સરકારને નોટીસ પાઠવી જવાબ માંગ્યો છે.