અમદાવાદ : વટવામાં કુતબેઆલ્મ રો હાઉસમાં વહેલી સવારે હત્યાનો (Murder Case in Ahmedabad) બનાવ સામે આવ્યો છે. જેમાં એક મહિલાની હત્યા થઈ હોવાની માહિતી મળતા વટવા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે મહિલાની ગળાના ભાગે બ્લેડ મારી તેના જ પતિ હત્યા (Murder In Ahmedabad) કરી ફરાર થઇ ગયો છે.
પતિએ પત્ની પર શંકાના આધારે ગળુ કાપ્યું
પોલીસે વધુ તપાસ કરતા સામે આવ્યું કે, આ યુગલના લગ્ન 2013માં થયા હતા. જેમના 10 વર્ષના લગ્ન ગાળામાં તેઓને બે સંતાન પણ છે. જે પતિ પત્ની વચ્ચે ચાર દિવસ પહેલા કોઈ બાબતે ઝગડો થતા મહિલા તેના પિયર જતી રહી હતી. જોકે પતિ તેને ગત રોજ મનાવીને પરત ઘરે લઈ આવ્યો હતો. જોકે બાદમાં ફરી બોલાચાલી થતા પતિ જુનેદખાન પઠાણે તેની પત્ની તોફિયાબાનું જ્યારે બાથરૂમમાં હતી ત્યારે તેના ગળામાં ભાગે બ્લેડ મારી હત્યા (Husband Kills Wife in Ahmedabad) કરી નાખી. આ ઘટનામાં પોલીસને આશંકા છે કે, પત્ની પર શંકા રાખી પતિએ હત્યા કરી હોઇ શકે છે.
ગણતરીના કલાકોમાં આરોપી પોલીસની પકડમાં
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પતિને પકડી (Vatva Police) ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો, પરંતુ જો આરોપી ફરાર થઇ ગયો હોત તો કદાચ પોલીસને તેને પકડવામાં ઘણા દિવસો લાગી ગયા હોત. જોકે પોલીસની સતર્કતાને લઈને આરોપી પતિને પકડવામાં સફળતા રહી અને ગણતરીના કલાકોમાં હત્યાના ગુનાનો (Murder Crime Case in Ahmedabad) ભેદ ઉકેલાઈ ગયો.
આ પણ વાંચોઃ Murder In Ahmedabad : અમદાવાદમાં પૈસાની લેતી દેતી મામલે ખેલાયો ખૂની ખેલ, આરોપીની ધરપકડ
આ પણ વાંચોઃ Double Murder Case In Ahmedabad : અમદાવાદના સોલામાં વૃદ્ધ દંપતી હત્યા કેસમાં વધુ એક ફરાર આરોપીની ધરપકડ