શહેરના નારોલ વિસ્તારના નરજ પાર્ક અલીફ નગરમાં પતિ મોહમ્મદ શેખ અને તેની પત્ની શબાનાબાનું રહેતા હતા. મોહમ્મદને પોતાની પત્નીના ચારિત્ર અંગે શંકા હતી. જેને પગલે પત્નીને બોથડ પદાર્થ મારી હત્યા કરી દીધી હતી.
માહિતી અનુસાર મોહમ્મદ શેખને આ ત્રીજી પત્ની હતી. શબાનાબાનું કપડાં સીવીને ગુજરાન ચલાવતા હતા. અગાઉ મોહમ્મદ શેખે અનેક વખત શબાનાબાનું સાથે મારામારી કરી હતી. પોલીસે આ અંગે સગા સબંધીઓના નિવેદનો પણ નોંધ્યા છે.