અરબી સમુદ્રમાં વેરાવળથી 320 કિ.મી. દૂર ગુજરાતના દરિયાકાંઠા 10 કિ.મી.ની ઝડપે 'વાયુ વાવાઝોડું' આગળ વધી રહ્યું છે. જે ગુજરાતમાં સૌપ્રથમ વલસાડમાં વહેલી સવારે 3 વાગ્યે0 ત્રાટકશે ત્યારબાદ 5 વાગ્યે 170 કિ.મી.ની ઝડપે દીવ પહોંચશે અને સવારે 8 વાગ્યા સુધીમાં વેરાવળ, માંગરોળ, માળિયામાં ત્રાટકશે.
14 જૂનના રોજ સાંજે 'વાયુ વાવાઝોડું' દ્વારકા પહોંચશે, 15મી જૂને વહેલી સવારે 3 વાગ્યે ધીમે ધીમે બહાર નીકળી જશે અને ૧૬મી જૂને સવારે વાવાઝોડું સમુદ્રમાં સમાઈ જશે.