ETV Bharat / state

Gujarat Shortage Of Teachers: શિક્ષકોની ઘટ વચ્ચે કેવી રીતે ભણશે ગુજરાત, નવી ભરતી કરવામાં સરકારની નીરસતા

જે દેશનો શિક્ષણ મજબૂત તે દેશનું ભવિષ્ય પણ મજબૂત હોય છે પણ ગુજરાતના ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું હોવાના આંકડાઓ સામે આવ્યા છે. જેમાં ગુજરાતની સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી પડી હોવાને વિગતો સામે આવી છે. વર્ષ 2027-28 માં ગુજરાતમાં કુલ 38,550 જેટલા શિક્ષકો નિવૃત્ત થશે પરંતુ સરકાર ગોકળ ગાયની ગતિએ શિક્ષકોની ભરતી કરી રહી છે.

how-will-gujarat-learn-amid-shortage-of-teachers-know-how-many-teachers-principals-there-is-shortage-in-government-schools-the-government-gave-an-answer-in-the-assembly

author img

By

Published : May 4, 2023, 3:44 PM IST

Updated : May 4, 2023, 4:27 PM IST

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન શક્તિ, રક્ષા શક્તિ અને જ્ઞાન સેતું ડે સ્કૂલ જેવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ 2023-24 થી જ શરૂ કરવામાં આવશે. જેમાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને ડોક્ટર, એન્જિનિયર, પોલીસ અને મિલિટ્રીના શિક્ષણ સાથે આપવામાં આવશે. રાજ્ય સરકારે તૈયાર કરેલા પ્રોજેક્ટમાં એક મહત્વની વાત સામે આવી છે. જેમાં પાંચ વર્ષમાં એટલે કે વર્ષ 2027-28 સુધીમાં ગુજરાતમાં કુલ 38,550 જેટલા શિક્ષકો નિવૃત્ત થશે. તેની સામે સરકારે 12000 જેટલા શિક્ષકોની કરાર આધારિત ભરતી કરીને સંતોષ માનશે.

કેટલા શિક્ષકો અને આચાર્યની ઘટ
કેટલા શિક્ષકો અને આચાર્યની ઘટ

વર્ષ 2027-28 સુધીમાં કેટલા શિક્ષકો નિવૃત થશે?:

  1. ધોરણ 1થી 5 માં 25,560
  2. ધોરણ 6થી 8 માં 2292
  3. 9થી 12 માર્ચ 10,698 જેટલા શિક્ષકો નિવૃત્ત થશે.
  4. 31 મે 2023 ના દિવસે પણ હજારોની સંખ્યામાં શિક્ષકો નિવૃત્ત થશે.

વર્ષ 2018થી નથી થઇ ભરતી: ગુજરાત સરકાર તરફથી વિધાનસભામાં આપેલા જવાબ અનુસાર માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શાળામાં 7000 જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. સરકાર દ્વારા 2018થી ભરતી કરવામાં ન આવી હોવાના આક્ષેપો બેરોજગાર શિક્ષકો દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે ટાટ ઉમેદવાર નિલેશ ડાભીએ આક્ષેપ કર્યા હતા કે સરકારી ઉચ્ચત્તર અને માધ્યમિક શાળામાં 756, ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં 3498, સરકારી માધ્યમિક શાળામાં 730, ગ્રાન્ટેડ માધ્યમિક શાળામા 2547 જગ્યાઓ ખાલી છે. સરકારે 2018થી ભરતી જ નથી કરી.

કોન્ટ્રાકટ પર ભરતી: રાષ્ટ્રીય શિક્ષક સંઘના આગેવાન નામ ન આપવાની શરતે ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 31 મે 2023ના રોજ અનેક શિક્ષકોની નિવૃત થઈ રહ્યા છે જેથી જ્યારે ધોરણ 1થી 8 માં 10,000 જેટલા શિક્ષકોની ઘટ સામે આવશે. ઘટ પૂરી કરવા માટે હાલમાં બદલી માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જે જગ્યાએ શિક્ષકોની ઘટ હોય ત્યાં પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવાનું આયોજન છે જે 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર શિક્ષકોની ભરતી કરવામાં આવે છે અને ત્યારબાદ તબક્કાવાર ભરતી કરવામાં આવશે. ગુજરાતમાં શિક્ષકોની ભરતી ખૂબ જ જરૂરીયાત છે પહેલા 3500 શિક્ષકો અને ત્યારબાદ 2100 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. ગુજરાત માં 906 શાળાઓ એવી છે જેમાં ફક્ત એક જ શિક્ષક કાર્યરત છે. જેમાં શિક્ષકોની નિવૃત્તિ, બદલી અથવા તો અવસાન થવાના કારણો સરકારે ગૃહમાં દર્શાવ્યા હતા.

કેટલા શિક્ષકો અને આચાર્યની ઘટ: રાજ્ય સરકારે માર્ચ 2023માં ગૃહમાં આપેલ માહિતી મુજબ રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 32,674 જગ્યાઓ ખાલી છે. સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 20,678 જગ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં 11,996 જગ્યાઓ ખાલી સામે આવી છે. આ ઉપરાંત ગુજરાતી માધ્યમની સરકારી શાળાઓમાં શિક્ષક અને આચાર્યની 32,213 જગ્યાઓ તથા અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની કુલ 461 જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3,552 આચાર્યની જગ્યાઓ ખાલી છે.

14 જિલ્લામાં અંગ્રેજી માધ્યમની શાળા નહીં: હાલમાં વાલીઓને પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સરકારી માહિતી અનુસાર ગુજરાતના 14 જિલ્લાઓ એવા છે કે જ્યાં અંગ્રેજી માધ્યમની સરકારી એક પણ શાળા નથી. આ ઉપરાંત જો શાળા હોય તો ત્યાં શિક્ષકોની પણ ઘટ સામે આવી છે. 31 જિલ્લાઓમાં અંગ્રેજી માધ્યમની એક પણ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા પણ સરકારે મંજૂરી નથી આપી. આ ઉપરાંત રાજ્યના 22 જિલ્લામાં ધોરણ 9 અને 10 ની અંગ્રેજી માધ્યમની એક પણ ગ્રાન્ટેડ માધ્યમિક શાળા અને 17 જિલ્લાઓમાં 9 થી 12 ની અંગ્રેજી માધ્યમની એક પણ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નથી.

'સામાન્ય રીતે રાષ્ટ્રની પ્રગતિ કેવી હશે, રાષ્ટ્રનો વિકાસ કેવો હશે તેનો આધાર રાષ્ટ્રમાં મળતા શિક્ષણ પર આધાર છે અને તે શિક્ષણનો આધાર શાળામાં અધ્યાપન કાર્ય કરી રહેલ અને શિક્ષણ આપી રહેલ શિક્ષકો પર છે. શાળામાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો પણ હોવા જોઈએ અને ગુણવત્તા યુક્ત શિક્ષણ આપી શકે તેવા શિક્ષકો હોવા જોઈએ. જો કોઈ શાળામાં પૂરતા પ્રમાણમાં શિક્ષક ન આપવામાં આવે તો તેની અસર શિક્ષણમાં પણ થાય છે અને બાળકોના ઘડતર ઉપર થાય છે.' -કિરીટ જોષી, રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત શિક્ષક

કેટલી શાળાને મંજૂરી આપવામાં આવી?: ગુજરાત વિધાનસભા ગૃહમાં શિક્ષણ બાબતે અનેક પ્રશ્નો કરવામાં આવ્યા હતા જેમાં ધારાસભ્યોએ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટેડ નોંધ ગ્રાન્ટેડ સરકારી શાળાની મંજૂરી આપવા બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું છે કે 31 ડિસેમ્બર 2022 ની છેલ્લી પરિસ્થિતિ અનુસાર છેલ્લા 2 વર્ષમાં સરકારે એક પણ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાને મંજૂરી આપી જ નથી. જ્યારે સરકારી શાળાઓ સામે સરકારે 350 નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ અને 108 જેટલી નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાને મંજૂરી આપી છે.

Last Updated : May 4, 2023, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.