ETV Bharat / state

અમદાવાદ: ગાંધી આશ્રમમાં કોરોનાને લઈને કેવી રીતે ઉજવાશે ગાંધી જયંતિ, જાણો.. - Gandhi Jayanti

ગાંધીજીની કર્મ ભૂમિ એટલે સાબરમતી આશ્રમ. આ આશ્રમમાં દર વર્ષે ગાંધીજયંતિની ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોના વાઇરસના સંક્રમણના કારણે સાદગી પૂર્ણ રીતે પ્રાર્થના યોજીને જ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે.

અમદાવાદ: ગાંધી આશ્રમમાં કોરોનાને લઈને કેવી રીતે ઉજવાશે ગાંધી જયંતિ, જાણો..

author img

By

Published : Oct 2, 2020, 10:49 AM IST

અમદાવાદઃ કોરોના વાઇરસના સંક્રમણના કારણે આર્થિક મુશ્કેલી તો પડી રહી છે સાથે સાથે દેશમાં અન્ય પણ મુશ્કેલીઓ આવી રહી છે. તેમાં પણ તહેવારોને અસર થઈ છે.

કોરોના વાઇરસની શરૂઆત થઈ ત્યારથી જ દેશમાં તમામ તહેવારો સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધી જયંતિ પણ રાષ્ટ્રનો જ એક પર્વ છે. તે પણ કોરોના વાઇરસના કારણે ઇતિહાસમાં પ્રથમ વખત સાદગી પૂર્ણ રીતે ઉજવવામાં આવશે. ગાંધી જયંતિ નિમિતે સાબરમતી આશ્રમમાં માત્ર પ્રાર્થના સભા જ કરવામાં આવશે.

અમદાવાદ: ગાંધી આશ્રમમાં કોરોનાને લઈને કેવી રીતે ઉજવાશે ગાંધી જયંતિ, જાણો..
ગાંધીજીની કર્મ ભૂમિ એટલે સાબરમતી આશ્રમ. આ આશ્રમમાં દર વર્ષે ગાંધીજયંતિની ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોના વાઇરસના સંક્રમણના કારણે સાદગી પૂર્ણ રીતે પ્રાર્થના યોજીને જ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે અને તેમાં પણ આશ્રમના કેટલાક જ સદસ્ય હાજર રહેશે અને બહાર વ્યક્તિને પ્રાર્થના માટે પ્રવેશ આપવામાં આવશે.દર વર્ષે અનેક આગેવાનો સાથે મળીને પ્રાર્થના તો કરવામાં આવે છે ઉપરાંત ભજન તથા ગાંધીજી પર કાર્યક્રમ યોજવામાં આવે છે. પરંતુ સંક્રમણના ભયના કારણે આ વર્ષે કોઈની હાજરી વિના માત્ર પ્રાર્થના કરવામાં આવશે અને આ પ્રાર્થનામાં કોઈ જોડાવવા માંગતું હોય તો તે આશ્રમની વેબસાઈટ પરથી જોડાઈ શકશે.

કોરોના વાઇરસની શરૂઆતથી એટલે કે, 6 માસથી વધુ સમયથી ગાંધી આશ્રમ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે. આમ તો ગાંધી આશ્રમમાં રોજ અનેક લોકો મુલાકાત લેતા હોય છે. જેમાં ગુજરાત અને દેશ બહારના મુલાકાતીઓ વધુ હોય છે. ગાંધી આશ્રમની મુલાકાત અન્ય દેશોના રાષ્ટ્રપતિ અને અનેક નેતાઓ લઈ ચુક્યા છે.

આમ, કોરોના વાઇરસની અસરના કારણે ઇતિહાસમાં પ્રથમ વખત ગાંધી આશ્રમમાં કોઈની પણ હાજરી વિના માત્ર પ્રાર્થના કરી સાદગી પૂર્ણ રીતે ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.