- વેજલપુરમાં હનીટ્રેપનો કિસ્સો નોંધાયો
- યુવતીએ પતિ સાથે મળી યુવકને ઘરે બોલાવ્યો
- ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી
અમદાવાદ : વેજલપુરમાં રહેતા શાહનવાજ શેખ નામના યુવકની 8 વર્ષ પહેલાં લગ્ન પ્રસંગમાં આફરીન નામની યુવતી સાથે મુલાકાત થઈ હતી. જે મુલાકાત બાદ તેઓની વચ્ચે ટેલિફોનિક અને વ્હોટ્સએપ પર વાત થતાં થોડાક સમય પછી સંપર્ક તૂટી ગયો હતો. 15મી ફેબ્રુઆરીએ યુવકના વ્હોટ્સએપમાં અજાણ્યા નંબરથી બ્લેન્ક મેસેજ આવ્યા હતા. ત્યારે 17 મી ફેબ્રુઆરીના રોજ રાત્રે આફરીને યુવકને ફોન કરીને યુવતીએ ઘરે એકલી છું તેવું જણાવી મળવા બોલાવ્યો. શાહનવાઝ યુવતીના ઘરે પહોંચતા જ તેના પતિએ યુવકને ઘરમાં લઈ જઈ માર મારી 50 હજારની માંગણી કરી અને તેના ખિસ્સામાં રહેલા 17 હજાર કાઢી તેને કારમાં બેસાડીને બાવળા રજોડા પાટિયા પાસે લઈ જઈ યુવકના પિતા પાસેથી 20 હજાર લઈ યુવકને છોડી દીધો હતો.