ETV Bharat / state

Gujarat High Court: સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે થયા અનેક ચુકાવનારા ખુલાસા - Sabarmati pollution

ગુજરાત હાઇકોર્ટમાં સાબરમતી નદીના પ્રદેશની અરજી દાખલ કરવામાં આવી છે જેમાં ઘણા લાંબા સમયથી સુનાવણી ચાલી રહી છે. આજે આ મુદ્દે સુનાવણીમાં સાબરમતી નદીના પ્રદૂષણ મામલે મહત્વના ખુલાસા સામે આવ્યા છે કોર્ટ મિત્ર હેમાંગ શાહ કરેલા સોગંદનામાં અનેક ચોકાવનારી વિગતો સામે આવી છે.

Gujarat High Court: સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે થયા અનેક ચુકાવનારા ખુલાસા

author img

By

Published : Jun 24, 2023, 2:09 PM IST

અમદાવાદઃ સાબરમતી નદીમાં પ્રદુષણ મુદ્દે કોર્ટ મિત્રએ કરેલા સોગંદનામામાં ચોકાવનારી વિગતો સામે આવી છે. સાબરમતી નદીનું હજુ પણ ખાનગી સોસાયટીઓનું ગંદુ પાણી નદીમાં ઠલવાતું હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવી છે. આ સોગંદનામાં એ પણ માહિતી મુકવામા આવી છે કે, MEGA દ્વારા 7 થી વધુ ગેરકાયદે કનેક્શનની માહિતી GPCB અને AMC ને આપવામાં આવી છે. AMC અને GPCB ની સંયુક્ત કામગીરીમાં 500 ગેરકાયદે કનેક્શન મળ્યા હોવાનો સ્વીકાર કોર્ટમાં કરવામાં આવ્યો હતો.

મોટો ખુલાસોઃ આ સાથે જ STP પ્લાન્ટમાંથી ટ્રીટ કરાયેલા પાણી મુદ્દે પણ મહત્વનો ખુલાસો થયો છે.14 STP પ્લાન્ટ માંથી ટ્રીટ કરાયેલ પાણીના 50% નમૂના ફેલ થયા છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા STP પ્લાન્ટમાં ઓચિંતી મુલાકાત લેતા આ તમામ આવી હકીકતો સામે આવી હતી. વિંઝોલમાં રૂપિયા103 કરોડનાં ખર્ચે તૈયાર કરાયેલા STP પ્લાન્ટમાં અનેક ગેરરીતિઓ સામે આવી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. જ્યાં જરૂરી સ્ટાન્ડર્ડ મુજબ કામ ન થયું હોવાથી AMCએ કોન્ટ્રાકટરને ફટકાર્યો 5.71 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

કરોડોનો દંડઃ મહત્વનું છે કે, દૂષિત પાણીના ઈન ફ્લો અને આઉટ ફલો પેરામીટર ન જાળવવા બદલ ઓપરેટરને 1.25 કરોડનો દંડ ફટકારાયો છે. જરૂરી માણસો રાખી યોગ્ય દેખરેખ ન રાખવા બદલ ઓપરેટરને 44.86 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્પોરેશન કમિશનરે તમામ STP પ્લાન્ટને હાજર કર્મીઓની હાજરીનું રજીસ્ટર સહિત તમામ જરૂરી ડેટાની વિગતો તૈયાર કરવા સુચના આપી હતી. આ સૂચના આપ્યા બાદ કોર્પોરેશન કમિશનરે પીરાણા પ્લાન્ટની કરી ઓચિંતી મુલાકાત કરી હતી.

કર્મી ગેરહાજરઃ મ્યુનિસિપલ ની આ મુલાકાત દરમિયાન 180 MLD પ્લાન્ટની મુલાકાત દરમિયાન મોટા ભાગના કર્મચારી ગેરહાજર નીકળ્યા હતા.પ્રોજેક્ટ મેનેજર, ઓપરેટર અને ટેકનીશિયન સહિતના કર્મચારીઓ અને મોટી જવાબદારી વાળાઓ ગેરહાજર રહ્યા હતા.આ પ્રકારની ઘટના બાદ DNB ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામે વિજિલન્સ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. GPCB એ પણ અમદાવાદના 9 પ્લાન્ટને ફટકારી શો કોઝ્ નોટિસ ફટકારી છે.

બેદરકારી સામે આવીઃ સાબરમતી નદીમાં સ્ટ્રોમ વોટર લાઈન મામલે પણ સામે આવી ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. કોર્ટ મિત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રહેણાક અને ઔદ્યોગિક એકમો દ્વારા સતત પાણી ઠલવાતું રહે છે. રિવરફ્રન્ટ પર કામ કરતી એજન્સી રણજીત બિલ્ડકોન દ્વારા નદી પાસે ગેરકાયદે પુલ બનાવ્યા હોવાનો ખુલાસો પણ થયો છે.સેસ પુલનાં કારણે જમીન નીચેના કુદરતી જળને નુકસાન થતું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ બાબતે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલમેન્ટ ઓથોરિટી અને રણજીત બીલ્ડકોન સામે પગલાં લેવા અરજીમાં માંગ કરવામાં આવી છે.કોર્ટ મિત્રએ પૂરતા લોકેશન અને ફોટોગ્રફ્સ પણ હાઇકોર્ટના રેકોર્ડ પર મુક્યા છે.

High Court News : અમદાવાદના જનતાનગર ક્રોસિંગના 40 જેટલા રહીશોને હાઇકોર્ટમાંથી મળી રાહત

Morbi Bridge Collapse : ઓરેવા કંપનીના મેનેજરની જામીન અરજીની સુનાવણીમાં જસ્ટિસ નોટ બિફોર મી થયાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.