ETV Bharat / state

રોડ-રસ્તા મુદ્દે કોર્ટના અનાદર બદલ વિજય નહેરા અને જે.એન સિંહને જેલ કેમ ના થવી જોઈએ: હાઈકોર્ટ - Ahmedabad highcourt news

અમદાવાદ: રોડ રસ્તાની બિસ્માર હાલત, રસ્તા પર રખડતા ઢોરનો આતંક, ટ્રાફિકની સમસ્યા અને જાહેરમાં આડેધડ વાહન પાર્કિંગ ઉપરાંત રસ્તાઓ પર ગેરકાયદે દબાણો મામલે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી. જે અંગે જસ્ટિસ MR શાહના ચુકાદાનો ખરા અર્થમાં અમલ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલી કન્ટેમ્પ્ટ પીટીશન પર સોમવારે ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે કહ્યું હતું કે કોર્ટનો અનાદર કરવા બદલ રાજ્યના મુખ્ય સચિવ જે.એન સિંહ અને મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાને જેલ કેમ નહી..?

ીાીા
author img

By

Published : Nov 18, 2019, 9:59 PM IST

23મી ઓક્ટોબરના રોજ હાઈકોર્ટે કન્ટેમ્પ્ટ પીટીશનમાં મ્યુનિસિપલ કમિશ્નર નિજય નહેરા અને રાજ્યના મુખ્ય સચિવ જે.એન સિંહને નોટીસ ફટકારી ખુલાસો માંગ્યો હતો. આ મુદ્દે હજી પણ જવાબ રજૂ ન કરાતા આગામી દિવસોમાં સત્તાધિશો તેમના વલણ સપષ્ટ કરશે.

હાઈકોર્ટમાં દાખલ કરાયેલી કન્ટેમપ્ટ પીટીશનમાં દલીલ કરવામાં આવી છે કે, વર્ષ 2017ની સરખામણીમાં વર્તમાન સમયના રોડ-રસ્તા અને ટ્રાફિકની સમસ્યા વધુ વણસી છે. ચોમાસામાં દર વર્ષની જેમ આ વર્ષેે પણ જાહેર માર્ગ અને રોડ-રસ્તા પર હલકી ગુણવતાથી રોડ બનાવવામાં આવતા ઠેર-ઠેર ખાડા પડયા છે. જાહેર માર્ગો પર ફરીવાર ગેરકાયદેસર બાંધકામને લીધે ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઈ રહી છે. જસ્ટીસ એમ.આર શાહ દ્વારા જાહેર માર્ગ પર વહાન પાર્ક ન કરવા મુદ્દે આપેલા સુચનોનું પણ ક્યાંય પાલન થતું નથી.

ડ રસ્તા મુદ્દે અને ટ્રફિકની સમસ્યા બાબતે હાઈકોર્ટમાં રીટ દાખલ કરાઈ હતી
અરજદાર દ્વારા પીટીશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કોર્પોરેશનને રોડ-રસ્તા રિપેર અથવા ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે મોટી સંખ્યામાં તક આપવામાં આવી હોવા છતાં કોઈ જ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. શહેરના અતિ-વ્યસ્ત ગણાતા સી.જી. રોડમાં કોર્પોરેશન દ્વારા ફુટપાથ ચોડી કરવામાં આવી છે જેને લઈને રોડનો સરફેસ એરિયા ઓછું થતાં ટ્રાફિકની વિકટ સમસ્યા ઉભી થઈ છે. વન-વે માર્ગ પર ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઈ છે. જેને પડકારતી રિટ હાઈકોર્ટમાં દાખલ કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, 2018માં જસ્ટીસ એમ.આર શાહની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે શહેરમાં ટ્રાફિક અને બિસ્માર રોડ- રસ્તાને લઈને કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસને કેટલાક નિર્દેશ કર્યા હતા. જ્યાર બાદ બંને વિભાગની સંયુકત કામગીરીના ભાગરૂપે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.

Intro:(નોંધ - આ સ્ટોરીની પીટુસી એફટીપી કરીને મોકલી છે)

રોડ રસ્તાની બિસ્માર હાલત, રસ્તા પર રખડતા ઢોરનો આતંક, ટ્રાફિકની સમસ્યા અને જાહેરમાં આડેધડ વાહન પાર્કિંગ ઉપરાંત રસ્તાઓ પર ગેરકાયદે દબાણો મામલે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ MR શાહના ચુકાદાનો ખરા અર્થમાં અમલ કરવામાં તંત્ર સરેઆમ નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલી કન્ટેમ્પ્ટ પીટીશન પર સોમવારે ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે કહ્યું કે કોર્ટનો અનાદર કરવા બદલ રાજ્યના મુખ્ય સચિવ જે.એન સિંહ અને મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાને જેલમાં કેમ ના મોકલવા જોઈએ.Body:ગત 23મી ઓક્ટોબરના રોજ હાઈકોર્ટે કન્ટેમ્પ્ટ પીટીશનમાં મ્યુનિસિપલ કમિશ્નર નિજય નહેરા અને રાજ્યના મુખ્ય સચિવ જે.એન સિંહને નોટીસ ફટકારી ખુલાસો માંગ્યો હતો. આ મુદે હજી પણ જવાબ રજુ ન કરાતા અગામી દિવસોમાં સતાધિશો તેમના વલણ સપષ્ટ કરશે.

હાઈકોર્ટમાં દાખલ કરાયેલી કન્ટેમપ્ટ પીટીશનમાં દલીલ કરવામાં આવી છે કે વર્ષ 2017ની સરખામણીમાં વર્તમાન સમયના રોડ-રસ્તા અને ટ્રાફિકની સમસ્યા વધુ વણસી છે. ચોમાસામાં દર વર્ષની જેમ આ વર્ષેે પણ જાહેર માર્ગ અને રોડ - રસ્તા પર હલકી ગુણવતાથી  રોડ બનાવવામાં આવતા ઠેર - ઠેર ખાડા પડયા છે. જાહેર માર્ગો પર ફરીવાર ગેરકાયદેસર બાંધકામને લીધે ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઈ રહી છે. જસ્ટીસ એમ.આર શાહ દ્વારા જાહેર માર્ગ પર વહાન પાર્ક ન કરવા મુદે આપેલા સુચનોનું પણ ક્યાંય પાલન થતું નથી.

અરજદાર દ્વારા પીટીશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોર્પોરેશનને રોડ - રસ્તા રિપેર અથવા ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે મોટી સંખ્યામાં તક આપવામાં આવી હોવા છતાં કોઈ જ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. શહેરના અતિ-વ્યસ્ત  ગણાતા સી.જી. રોડમાં કોર્પોરેશન દ્વારા ફુટપાથ ચોડી કરવામાં આવી છે જેને લઈને રોડનો સરફેસ એરિયા ઓછું થતાં ટ્રાફિકની વિકટ સમસ્યા ઉભી થઈ છે..વન-વે માર્ગ પર ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય છે. જેને પડકારતી રિટ હાઈકોર્ટમાં દાખલ કરાઈ હતી.Conclusion:ઉલ્લેખનીય છે કે 2018માં જસ્ટીસ એમ.આર શાહની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે શહેરમાં ટ્રાફિક અને બિસ્માર રોડ - રસ્તાને લઈને કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસને કેટલાક નિર્દેશ કર્યા હતા અને જ્યારબાદ બંને વિભાગની સંયુકત કામગીરીના ભાગરૂપે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.