અરજદારના વકીલે જણાવ્યું કે, જ્યારે અમદાવાદ ડેપ્યુટી કલેક્ટરે આદેશ આપીને અમારા વેચાણ કરારને રદ્દ જાહેર કર્યો હતો. ત્યારે અમે સ્પેશયલ સેક્રેટરી રિવેન્યુ ડિપાર્ટમેન્ટમાં તેને પડકારતી અરજી કરી હતી. અને ત્યારબાદ મનાઈ હુકમને સ્ટે કરી દેવામાં આવ્યો હતો, સ્પેશયલ સેક્રેટરી રિવેન્યુ ડિપાર્ટમેન્ટે અમારી અપિલને ડિસ્પોઝ જાહેર કરતા અમે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
જોકે, SSRDએ હાઈકોર્ટમાં જણાવ્યું કે, અમે ભુલથી અરજી ડિસ્પોઝ બતાવી દીધી છે. જો કે હજી પણ આ કેસ પેન્ડિંગ છે. કોઈપણ કરારમાં ખરીદનાર અને વેચનારની સંમતિ અને પુરતો ભાવ આપવામાં આવે જરૂરી છે. આ કેસમાં બંને શરતનું પાલન થયું હોવા છતાં વેચાણ કરારને રદ્દ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
અગાઉ ડેપ્યુટી કલેક્ટર પાસે રેટ્રોસ્પેકટિવ પરવાનગી ન આપતા અમે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં આજે સુનાવણી પૂર્ણ થતાં અગામી દિવસોમાં કોર્ટ ચુકાદો આપે એવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. અશાંતધારાના કાયદા 1991 પ્રમાણે કેટલાક સંવેદનશીલ વિસ્તારમાં એક ધર્મના લોકો અન્ય ધર્મના લોકોને મકાન કે સંપતિ વચ્ચે શકતા નથી. કાયદો અને વ્યવસ્થા જળવાય અને કોમી તંગદિલી ન ઉભી થાય તેના માટે રાજ્ય સરકાર દ્વારા કાયદો ઘડવામાં આવ્યો હતો.