જસ્ટીસ પરેશ ઉપાધ્યાય સમક્ષ મંગળવારે ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા જવાબ રજૂ કરાયો હતો. જેમાં તેમણે ધોળકા બેઠકની ઓબર્ઝવર વિનિતા બોહરા સામે કાર્યવાહી પડતી મૂકવાનો નિર્ણય કર્યો હોવાની જાણ કોર્ટને કરતાં જસ્ટીસ પરેશ ઉપાધ્યાયે ધવલ જાની વિરૂધ કોઈ સખ્ત કાર્યવાહી કરી કરવાની ટકોર કરી હતી. તેમજ કોર્ટે ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયાને ધવલ જાની વિરૂધ શું પગલા લેવાયા તેનો લેખિત જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.
કોંગ્રેસી અરજદાર અશ્વિન રાઠોડ દ્વારા પુરાવા તરીકે રજૂ કરાયેલા વિવાદિત પોસ્ટલ બેલેટ સીઝ કરીને કોર્ટની કસ્ટડીમાં લેવા અને તેનું રીકાઉન્ટીંગ કરવાની માગ કરતી. ત્યારે અરજી મુદ્દે કોર્ટમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા વતી લેખિત જવાબમાં વિરોધાભાસી સીક્રેસીનું ઉલ્લેખ કર્યો હતો. જેથી કોર્ટે ટકોર કરતાં કહ્યું કે, "સીક્રેસીનો મુદ્દો તો પાછળથી પણ આવાવાનો છે."
અશ્વિન રાઠોડ દ્વારા રજૂ કરવામાં આવેલા વાધારાના નવા પુરાવવા પર ચૂંટણી અધિકારી ધવલ જાનીએ ઉલટ તપાસ માટે સંમતિ દર્શાવી ન હતી. અરજદાર અશ્વિન રાઠોડ દ્વારા જે પોસ્ટલ બેલેટને પુરાવવા તરીકે રજૂ કરવામાં આવ્યા હતાં. એ મુદે ભુપેનદ્ર ચુડાસમાના વકીલ દ્વારા લેખિત એફિડેવિટ રજૂ કરાઈ હતી. કોર્ટે આપેલા ચુકાદામાં આ મુદ્દે અશ્વિન રાઠોડ દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલાં નવા પુરાવવા પર ચૂંટણી અધિકારી ધવલ જાનીની ઉલટ તપાસની માંગ કરાઇ હતી. ત્યારે કોર્ટે એસ.વી રાજુને ધવલ જાની ઉલટ તાપસમાં સહયોગ કરશે કે નહિ એ બાબતે લેખિતમાં એફિડેવિડ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. હાઈકોર્ટે ચૂંટણી અધિકારી ધવલ જાનીની માંગને માન્ય રાખતા અરજદાર અને ધોળકા બેઠકથી કોંગ્રેસી ઉમેદવાર અશ્વિન રાઠોડની ઉલટ તપાસ કરાવી હતી. જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, પુનઃમતગણતરીની બે વાર લેખિત વાંધા અરજી કરી હોવા છતાં ચૂટણી અધિકારી ધવલ જાનીએ ધ્યાને લીધી નથી, અને તેમની આગેવાનીમાં ચાર - પાંચ ચૂૂંટણી અધિકારી પોસ્ટલ બેલેટની કાઉન્ટીંગને રિજેક્ટ કરતા હતાં.
કાયદા પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારનાર કોગ્રેસી ઉમેદવાર અશ્વિન રાઠોડે કોર્ટમાં ઉલટ તપાસ જણાવ્યું હતું કે, "તેમણે VVPET ની ગણતરી માટે નહિ પરતું મતની પુનઃગણતરી માટે બે વાર લેખિત અરજી કરી હતી. જેને ચૂંટણી અધિકારી ધવલ જાની દ્વારા ધ્યાને લેવામાં આવી ન હતી. ચૂંટણી અધિકારી ધવલ જાની પર આક્ષેપ હતો કે, તેમના ઈશારે ચાર -પાંચ અધિકારીઓ કાર્ય કરતાં હતા. દસ મત-પત્રક જે જાનીને બતાવવામાં આવ્યા હતા તેના પર સહી ન લેવાઇ નહોતી. તો એજ ફોર્મ નં-20 પીટીશન સાથે બિડાણ કર્યુ હોવાનો દાવો કરાયો હતો." અગાઉ અરજદાર અશ્વિન રાઠોડે નિવેદનમાં જણાવ્યું હતું કે," આખી પીટીશનમાં ચૂંટણી અધિકારી શબ્દ ધવલ જાની માટે વાપર્યુ છે અને મત-ગણતરીના કામકાજ દરમ્યાન આખો દિવસ હાજર રહ્યાં હોવાનો દાવો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ કેસમાં સાક્ષી તરીકે નિવેદન આપવા આવેલા ચૂંટણી અધિકારી ધવલ જાનીની ભુમિકા કોર્ટને શંકાસ્પદ લાગતા તેમને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા હતા. કોર્ટે તેમને કેસને લગતો વલણ લેખિતમાં રજૂ કરવાનો આદેશ કર્યો હતો જેમાં તેમણે કોંગ્રેસી ઉમેદવાર અને અરજદાર અશ્વિન રાઠોડની ઉલટ તપાસની માંગ કરી હતી.
આ કેસમાં છેલ્લી ત્રણ મુદતથી રિર્ટનિંગ ચૂંટણી અધિકારી ધવલ જાની નિવેદનમાં હાઈકોર્ટ સમક્ષ યોગ્ય ખુલાસો આપી શક્યા નહોતા જેથી હાઈકોર્ટે તેમને પક્ષકાર બનાવી દીધા હતા. ધોળકા વિધાનસભા બેઠક પર રિર્ટનિંગ ઓફિસર તરીકે કાર્યરત ધવલ જાનીએ નિવેદનમાં કહ્યું હતું કે," 429 પોસ્ટલ બેલેટ મત ચૂંટણી પંચના નિયમો વિરૂધ હોવાથી તેમને રદ જાહેર કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો 327 મત જેટલી પાતળી માર્જિનથી વિજય થયો હતો.
અરજદાર અશ્વિન રાઠોડે આક્ષેપ કર્યો હતો કે,"આચારસંહિતા લાગુ થયા બાદ ધોળકાના ડેપ્યુટી કલેક્ટર ગૌરાંગ પ્રજાપતિ કે જે રિર્ટનિંગ ઓફીસર બનવાપાત્ર હતા. તેમ છતાં તેમને ગેરકાયદેસર રીતે હટાવી ધવલ જાનીની નિમણુક કરવામાં આવી હતી. તેમજ ચૂંટણી પંચના નિયમો પ્રમાણે પહેલાં પોસ્ટલ બેલેટની મતગણતરી કર્યા બાદ EVMની મત-ગણતરી કરવામાં આવી હતી. જો કે, ધોળકા વિધાનસભા બેઠકમાં નિયમનો ભંગ કરવામાં આવ્યો છે અને પાતળી માર્જિનનો અંતર જાણયા બાદ પોસ્ટલ બેલેટની મત-ગણતરી શરૂ કરવામાં આવી હતી.
આમ, બંને પક્ષોના આક્ષેર-પ્રતિઆક્ષેપ વચ્ચે કોર્ટે ચૂંટણી અધિકારી ધવલ જાનીની ભૂમિકા શંકાસ્પદ જણાતા લેખિતમાં જવાબ આપવાનો આદેશ કર્યો છે.