ETV Bharat / state

પુખ્તવયની યુવતીને આંતરજ્ઞાતિય વિવાહ માટે પોલીસ સુરક્ષા આપવા હાઇકોર્ટેનો આદેશ - Hon'ble High Court

ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસની થયેલી રિટની સામે સુનવણી કરતા હાઇકોર્ટે પોલીસ સુરક્ષા વચ્ચે જૂનાગઢની પુખ્ત વયની મહિલાને અમદાવાદમાં મુસ્લિમ યુવક સાથે આંતરજ્ઞાતીય વિવાહ કરવાની મંજૂરી આપી હતી.

પુખ્તવયની યુવતીને આંતરજ્ઞાતિય વિવાહ માટે હાઇકોર્ટે પોલીસ સુરક્ષા આપવાના કર્યા આદેશ

author img

By

Published : Feb 10, 2021, 10:57 PM IST

  • ગુજરાત હાઇકોર્ટે આંતરજ્ઞાતીય વિવાહ કરવાની મંજૂરી આપી
  • પરીવાર નામદાર હાઇકોર્ટમાં બંદી પ્રત્યક્ષિકરણની રિટ દાખલ કરાઇ
  • કોર્ટે આકસ્મિક ઘટના ન બને તે માટે સુરક્ષા આપવાનો આદેશ કર્યો

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસની થયેલી રિટની સામે સુનવણી કરતા હાઇકોર્ટે પોલીસ સુરક્ષા વચ્ચે જૂનાગઢની પુખ્ત વયની મહિલાને અમદાવાદમાં મુસ્લિમ યુવક સાથે આંતરજ્ઞાતીય વિવાહ કરવાની મંજૂરી આપી હતી.

પુખ્તવયની યુવતીને આંતરજ્ઞાતિય વિવાહ માટે હાઇકોર્ટે પોલીસ સુરક્ષા આપવાના કર્યા આદેશ
પુખ્તવયની યુવતીને આંતરજ્ઞાતિય વિવાહ માટે હાઇકોર્ટે પોલીસ સુરક્ષા આપવાના કર્યા આદેશ

શું છે સમગ્ર ઘટના

પોલીસની ટ્રેનિંગ લઇ રહેલી યુવતીને મુસ્લિમ યુવક સાથે પ્રેમ થતા બંનેએ લગ્ન ગ્રંથિમાં જોડાવવાનો નિર્ણય લીધો પરંતુ વિવાહ આંતરજ્ઞાતિય હોવાને કારણે પરિવાર અને સમાજના લોકોએ મંજૂરી ન આપતા બંનેએ અમદાવાદ આવી લગ્ન કર્યા હતા. બીજી તરફ પરિવારે પોતાની દીકરી પાછી મેળવવા નામદાર હાઇકોર્ટમાં બંદી પ્રત્યક્ષિકરણની રિટ દાખલ કરી હતી. જેની સુનવણી કરતા હાઇકોર્ટે યુવતી પુખ્તવયની હોવાથી મનમરજીથી લગ્નગ્રંથીમાં બંધવવાનો અધિકાર હોવાનું કહી રિટ ફગાવી હતી. વધુમાં હાઇકોર્ટે અમદાવાદના ઝોન 2 ના નાયબ પોલીસને યુવક યુવતી પર કોઈ હુમલો કે, આકસ્મિક ઘટના ન બને તે માટે સુરક્ષા આપવાનો આદેશ કર્યો હતો.

શું છે હેબિયસ કોર્પસની રિટ

આપના બંધારણમાં જેમ મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે, તેમ તેમની સલામતી માટે શસ્ત્ર રૂપે જુદી જુદી રિટની પણ બંધારણના અનુચ્છેદ 32માં જોગવાઈ કરવામાં આવી છે. હેબિયસ કોર્પસ લેટિન શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ છે. જેનો અર્થ થાય છે પ્રત્યક્ષ હાજર કરો આ રિટને મૂળભૂત અધિકારોનું હનન થતા સુપ્રીમ કોર્ટ અથવા તો હાઇકોર્ટમાં દાખલ કરી શકાય છે. જ્યારે બળજબરી પૂર્વક કેદ કરી રાખવામાં આવી હોય તેવા કેસમાં હેબિયસ કોર્પસની રિટ દાખલ કરી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.