અરજદાર-આરોપી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં આગતોરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી જેની સામે હાઈકોર્ટે રાહત આપી છે. હાઈકોર્ટે આ મામલે 8મી જાન્યુઆરીના રોજ રાજ્ય સરકારને નોટીસ પાઠવીને ખુલાસો માંગ્યો હતો. ટ્વિટર પર વિવાદાસ્પદ પોસ્ટ કરવા બદલ આરોપીને સાઈબર ક્રાઈમ સેલ વડોદરા દ્વારા નોટીસ પાઠવવામાં આવી હતી.
જ્યારબાદ બે લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સાઈબર ક્રાઈમ સેલ વડોદરા દ્વારા 25મી ડિસેમ્બરના રોજ પાઠવામાં આવેલી નોટીસમાં જણાવવામાં આવ્યું છે કે, આરોપીએ ટવીટર પર પોસ્ટ કરી હતી કે, કેટલાક ડૉકટર્સે CAA અને NRC વિશે જે ટિપ્પણી કરી છે એ મુસ્લિમ વિરોધી છે. આ પ્રકારની પોસ્ટને લીધે સમાજમાં દ્નેષ અને દુશ્મનાવટ ઉભી થતી હોવાના આક્ષેપ સાથે વડોદરા સાઈબર ક્રાઈમ સેલ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.