ETV Bharat / state

LRD ભરતી વિવાદ: પ્રોવિઝનલ યાદી રદ કરવા મુદે ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ પર હાઈકોર્ટે સરકારને નોટીસ ફટકારી

author img

By

Published : Mar 16, 2020, 9:40 PM IST

વર્ષ 2019 પોલીસ ભરતી વિવાદ મુદે નવો વળાંક આવ્યો છે. બિન-અનામત વર્ગની મહિલા ઉમેદવારો દ્વારા દાખલ કરાયેલી અરજીમાં ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ મારફતે રાજ્ય સરકાર દ્વારા 10મી માર્ચ 2020ના રોજ જાહેર કરાયેલી ઉમેદવારોની પ્રોવિઝનલ લિસ્ટને રદ કરવા અથવા તેના પર અમલ ન કરવા મુદે રિટ દાખલ કરતા હાઈકોર્ટે આ મુદે રાજ્ય સરકાર, લોક-રક્ષક ભરતી બોર્ડ સહિત તમામ પક્ષોને નોટીસ પાઠવી 30મી માર્ચ સુધી ખુલાસો માગ્યો છે.

પ્રોવિઝનલ યાદી રદ કરવા મુદે ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ પર હાઈકોર્ટે સરકારને નોટીસ પાઠવી

અમદાવાદઃ હાઈકોર્ટંમાં બિન-અનામત વર્ગની 259 મહિલા ઉમેદવારો દ્વારા પીટીશનમાં ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ મારફત દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્ય સરકારે ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ 1997 અને 2012 મુજબ ભરતીની જાહેરાત કરી હતી. જેથી 3 સપ્ટેમ્બર 2014ના ઠરાવ પ્રમાણે જાહેર કરાયેલી પ્રોવિઝનલ યાદી રદ કરવામાંં આવે.

પ્રોવિઝનલ યાદી ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ 1997 અને 2012 મુજબની હોવી જોઈએ તેવી રજુઆત કરવામાં આવી હતી. મહિલાઓને વધું તક આપવા માટે જાહેર કરાયેલી વધારાની 2485 બેઠકો પર પ્રોરાટા બેઝના આધાર પર અનામત વર્ગની મહિલા ઉમેદવારોને નહિ પરતું બિન-અનામત વર્ગની મહિલા ઉમેદવારો તક આપવી જોઈએ. નોંધનીય છે કે, બિન-અનામત વર્ગની મહિલા ઉમેદવારો દ્વારા દાખલ કરાયેલી રિટમાં ગૃહ ખાતાના 1લી ઓગસ્ટ 2018ના ઠરાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન કરવામાં આવે તેવી રજુઆત કરી હતી, જ્યારે બિન-અનામત મહિલા ઉમેદવાર વર્ગે આમાં ફેરફાર કરવા મુદે જુદી રિટ દાખલ કરી હતી.

બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારોએ રિટમાં રજુઆત કરી હતી કે, તેમણે ભરતીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હોવા છતાં તેમને નિમણુંક આપવામાં આવી નથી. અગાઉ સરકાર વતી હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલે લેખિત જવાબ રજુ કરતા જણાવ્યું હતું કે, મહિલાઓને વધું તક મળે તે માટે ભરતી માટેના પદોની સંખ્યા અને ભરતીના કટ-ઓફ માર્કસને 50 ટકા કરાશે.
હાઈકોર્ટમાં રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ લેખિત જવાબમાં રજુઆતમાં જણાવ્યું હતું કે, વધું મહિલા ઉમેદવારોને તક મળે તેના માટે કટ-ઓફ માર્કસને 50 ટકા સુધી ઘટાડી એટલે કે, 62.5 માર્કસ કરી દેવામાં આવશે.

ભરતીમાં કુલ પદની સંખ્યામાં નવી 2485 પોસ્ટનો ઉમેરો કરવામાં આવશે. જેથી અનામતને લઈને ઉઠેલી સમસ્યાનું નિવારણ લાવી શકાય. ત્રણ સપ્તાહમાં ભરતી પ્રક્રિયાને પુરી કરવામાં આવશે જેમાં તમામ અરજદારોને આવરી લેવામાં આવશે.

હાઈકોર્ટમાં રાજ્ય સરકાર તરફે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ દલીલ કરી હતી કે, રાજ્ય સરકાર નવું જીઆર બહાર પાડશે. અરજદારોની માંગણી નવી પોલિસી અંતર્ગત સંતોષાઈ જશે તેવી આશા વ્યકત કરી હતી. આ મુદે વધું સુનાવણી 17મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. અરજદાર તરફે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે, પોલીસ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા OBC, SC અને STના કટ-ઓફ માર્કસ વેબસાઈટ પર જારી કર્યા હતા, પરતું જનરલ કેટેગરી મહિલાઓની યાદી રજુ કરવામાં આવી નથી અને અરજદાર સહિત 159 જેટલી મહિલાઓની પંસદગી યાદીમાં નામ હોવા છતાં તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવી નથી.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે, 15મી ઓગસ્ટ 2018ના રોજ પોલીસ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા હથિયાધારી અને બિન-હથિયારધારી પોલીસ કોન્સટેબલના પદ માટે ભરતીની જાહેરાત કરાઈ હતી. જેને થોડા સુધારા કુલ પદની સંખ્યા વધારીને 9173 કરી દેવાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.