ETV Bharat / state

હાઇકોર્ટે અમિત અને સુમિત ભટ્ટનાગરના ત્રણ મહિના વચગાળાના જામીન મંજૂર કર્યા - Fraud

અમદાવાદઃ બેન્ક સાથે 2654 કરોડની છેતરપિંડી કરનાર ભટ્ટનાગર બંધુ સુમિત અને અમિત ભટ્ટનાગરને મંગળવારે જસ્ટિસ સોનિયા ગોકણીએ 3 મહિનાના વચ્ચગાળા જામીન મંજૂર કર્યા હોવાની વિગતો સામે આવી છે. હાઇકોર્ટે ભટ્ટનાગર બંધુઓને 2.5 કરોડ રૂપિયાના પર્સનલ બોન્ડ અને મિલકત જપ્તીની શરતે જામીન મંજૂર કર્યા છે.

High Court
author img

By

Published : Jun 18, 2019, 8:20 PM IST

હાઇકોર્ટે ભટ્ટનાગર બંધુઓની મિલકત જપ્તી અને 2.5 કરોડના પર્સનલ બોન્ડ સાથે વડોદરા શહેર ન છોડવાની શરતે વચ્ચગાળા જામીન મંજુર કર્યા હતા. અગાઉ અમિત ભટનાગરની રેગ્યુલર જામીન અરજીમાં હાઇકોર્ટના જસ્ટિસ R.P. ધોલરિયાએ એવો સવાલ કર્યો હતો કે, અરજદારે જે પ્રોપર્ટી જાહેર કરી છે, તેના સિવાય શું તેમની કોઇ છુપી પ્રોપર્ટી છે કે કેમ? CBI તેની તપાસ કરી કોર્ટની જણાવે. ત્યારે અરજદાર ભટનાગર પક્ષે એડવોકેટ વિરાટ પોપટે જણાવ્યું હતું કે, ‘અરજદારની કોઇ છુપી પ્રોપર્ટી છે જ નહીં. જે કાંઈ હતું તે બધું જ જાહેર કર્યું છે.’

અગાઉ આ મામલે હાઇકોર્ટે CBIને આદેશ કર્યો હતો કે, ભટનાગરની સંપત્તિ વેચીને લોનની ભરપાઇ કરી શકવા માટેની શું પદ્ધતિ કે શક્યતા હોઇ શકે તેની ઝડપથી તપાસ કરે. આ પ્રક્રિયામાં ભટનાગરના વકિલ અને અન્ય પ્રતિનિધિઓ ઉપરાંત બેન્કોના અધિકારીઓને પણ CBI સાથે રાખી શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ કેસમાં અગાઉ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે, ‘જો અરજદાર 90 ટકા લોનની બાકી રકમ ચુકવી દેવામાં આવે તો જ તેને જામીન મળી શકે. અરજદાર તેની સંપત્તિ વેચીને આ લોનની ભરપાઇ કરી શકે છે.’

અરજદાર અમિત ભટનાગરને હાઇકોર્ટમાંથી એક વખત 20 દિવસના હંગામી જામીન મળ્યા હતા. ત્યારબાદ નિયમીત જામીન મેળવવા એડવોકેટ વિરાટ પોપટ મારફતે અરજી કરવામાં આવી છે. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ‘અરજદારે બેંકોમાંથી જે લોન લીધી છે, તેના કરતાં તેમની સંપત્તિનું મૂલ્ય વધારે છે. તેથી લોનની ભરપાઇ કરી દેવામાં અરજદાર સક્ષમ છે. જો કે, તેમની સંપત્તિ ઇડી દ્વારા તપાસમાં લઇ લેવામાં આવી છે.’

આ કેસની હકીકતો મુજબ અરજદાર ઉપર 11 બેંકોના 2,654 કરોડ રૂપિયાની છેતરપિંડીના આક્ષેપ છે. અત્યંત ગંભીર પ્રકારના ગુનામાં તપાસ મહત્ત્વના સ્ટેજ ઉપર છે. શરૂઆતના તબક્કે અરજદાર ભાગેડૂ જાહેર કરાયો અને સરન્ડર પણ કર્યું ન હોતું. તેને ઉદયપુરથી પકડીને લાવવામાં આવ્યો હતો.

R_GJ_AHD_08_18_JUNE_2019_HC_AMIT_AND_SUMIT_BHATNAGAR_TRAN_DIVAS_NA_VACHGADA_JAAMIN_MANJUR_KARYA_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD

હેડિંગ - હાઇકોર્ટે અમિત અને સુમિત ભટ્ટનાગરના ત્રણ મહિના વચ્ચગાળા જામીન મંજુર કર્યા

બેંકો સાથે  2,654 કરોડની છેતરપિંડી કરનાર ભટ્ટનાગર બંધુ - સુમિત અને અમિત ભટ્ટનાગરના મંગળવારે જસ્ટિસ સોનિયા ગોકણીએ 3 મહિનાના વચ્ચગાળા જામીન મંજુર કર્યા હોવાની વિગતો સામે આવી છે..હાઇકોર્ટે ભટ્ટનાગર બંધુઓને 2.5 કરોડ રૂપિયાના પર્સનલ બોન્ડ અને મિલકત જપતિની શરતે જામીન મંજુર કર્યા છે....

હાઇકોર્ટે ભટ્ટનાગર બંધુઓની મિલકત જપ્તી અને 2.5 કરોડના પર્સનલ બોન્ડ સાથે વડોદરા શહેર ન છોડવાની શરતે વચ્ચગાળા જામીન મંજુર કર્યા હતા...

  અગાઉ અમિત ભટનાગરની રેગ્યુલર જામીન અરજીમાં હાઇકોર્ટના જસ્ટિસ આર.પી.ધોલરિયાએ એવો સવાલ કર્યો હતો કે અરજદારે જે પ્રોપર્ટી જાહેર કરી છે, તેના સિવાય શું તેમની કોઇ છુપી પ્રોપર્ટી છે કે કેમ. સીબીઆઇ તેની તપાસ કરી કોર્ટની જણાવે. જ્યારે કે અરજદાર ભટનાગર પક્ષે એડવોકેટ વિરાટ પોપટે જણાવ્યું હતું કે,‘અરજદારની કોઇ છુપી પ્રોપર્ટી છે નહીં. જે હતું એ બધું જ જાહેર કર્યું છે.’

અગાઉ આ મામલે હાઇકોર્ટે સીબીઆઇને આદેશ કર્યો હતો કે, ભટનાગરની સંપત્તિ વેચીને લોનની ભરપાઇ કરી શકવા માટેની શું પદ્ધતિ કે શક્યતા હોઇ શકે તેની ઝડપથી તપાસ કરે. આ પ્રક્રિયામાં ભટનાગરના વકિલ અને અન્ય પ્રતિનિધિઓ ઉપરાંત બેંકોના અધિકારીઓને પણ સીબીઆઇ સાથે રાખી શકે છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં અગાઉ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે,‘જો અરજદાર ૯૦ ટકા લોનની બાકી રકમ ચુકવી દે તો જ તેને જામીન મળી શકે. અરજદાર તેની સંપત્તિ વેચીને આ લોનની ભરપાઇ કરી શકે છે.’ 

અરજદાર અમિત ભટનાગરને હાઇકોર્ટમાંથી એકવાર ૨૦ દિવસના હંગામી જામીન મળ્યા હતા. ત્યારબાદ નિયમીત જામીન મેળવવા એડવોકેટ વિરાટ પોપટ મારફતે અરજી કરવામાં આવી છે. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે,‘અરજદારે બેંકોમાંથી જે લોન લીધી છે, તેના કરતાં તેમની સંપત્તિનું મૂલ્ય વધારે છે. તેથી લોનની ભરપાઇ કરી દેવામાં અરજદાર સક્ષમ છે. જો કે, તેમની સંપત્તિ ઇડી દ્વારા ટાંચમાં લઇ લેવામાં આવી છે.’ આ કેસની હકીકતો મુજબ અરજદાર ઉપર 11 બેંકોના 2,654  કરોડ રૂપિયાની છેતરપિંડીના આક્ષેપ છે. અત્યંત ગંભીર પ્રકારના ગુનામાં તપાસ મહત્ત્વના સ્ટેજ ઉપર છે. શરૂઆતના તબક્કે અરજદાર ભાગેડૂ જાહેર કરાયો હતો અને સરન્ડર પણ કર્યું નહોતું. તેને ઉદયપુરથી પકડીને લાવવામાં આવ્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.