ETV Bharat / state

ધોળકા વિધાનસભા: ધવલ જાની તરફે રજૂ કરાયેલી સીડી મુદ્દે હાઈકોર્ટે શંકા વ્યકત કરી - સીડી મુદ્દે હાઈકોર્ટે શંકા વ્યકત કરી

અમદાવાદ: વર્ષ 2017 ધોળકા વિધાનસભા જીતને પડકારતી રિટ મુદ્દે શંકાસ્પદ ભૂમિકાને લીધે પક્ષકાર બનાવેલા ચૂંટણી અધિકારી ધવલ જાની તરફથી સીડી જસ્ટિસ પરેશ ઉપાધ્યાય સમક્ષ રજૂ કરાતા કોર્ટે વીડિયો જોયાબાદ તેની સાતત્ય બાબતે શંકા વ્યકત કરી હતી. આ મુદ્દે 13મી ડિસેમ્બરના રોજ ભુપેન્દ્ર ચુડાસમાના વકીલ દલીલ કરશે એવી સંભાવના વ્યકત કરાઈ રહી છે.

ધવલ જાની તરફે રજુ કરાયેલી સીડી મુદ્દે હાઈકોર્ટે શંકા વ્યકત કરી
ધવલ જાની તરફે રજુ કરાયેલી સીડી મુદ્દે હાઈકોર્ટે શંકા વ્યકત કરી
author img

By

Published : Dec 6, 2019, 9:05 PM IST

ચૂંટણી અધિકારી ધવલ જાની પાસેથી મેળવેલી વીડિયોને હાઈકોર્ટમાં રજૂ કરાઈ હતી, જેમાં અરજદારના વકીલ તરફે દલીલ કરવામાં આવી હતી કે, પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી નથી. ધવલ જાની તેમની ડયુટી સિવાયની પ્રક્રિયા કરતા હોવાનું દેખાઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. વીડિયોમાં ધવલ જાની ઓફ ધ રેકોર્ડ પરિણામ જાહેર કરું છું તેમ બોલતો દેખાય છે, જેને ટાંકીને હાઈકોર્ટે કહ્યું હતું કે,ઓફ ધ રેકોર્ડ પરિણામ કોને કહેવાય. 29મી નવેમ્બરના રોજ હાઈકોર્ટે ધવલ જાનીને બાકી રહી ગયેલી ત્રીજી સીડી રજૂ કરવાનો આદેશ કર્યો હતો. અગાઉ જાનીએ કોર્ટને બે સીડી રજુ કરી હતી. જો કે, ત્રીજી સીડી અગામી જુબાની આપવાની તૈયારી બતાવી હતી જો કે, ધવલ જાની જુબાની માટે હાજર ન થતા સીડી રજૂ કરાઈ ન હતી.

અગાઉ ભુપેન્દ્ર ચુડાસમાના વકીલ નિરૂપમ નાણાવટ્ટીએ આ કેસમાં વધુ સાક્ષીઓની ઉલટ તપાસની જરૂર ન હોવાથી પુરાવવા બંધ કરવાની માંગ કરતા કોર્ટે તેને રેકોર્ડ પર લીધી હતી. અરજદાર તરફથી કરાયેલી અરજીમાં અગાઉ ભુપેન્દ્ર ચુડાસમા તરફથી પોતાની તરફેણમાં સાક્ષીઓ તપાસવાની યાદી અદાલત સમક્ષ રજૂ કરાઈ હતી. ધોળકા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર જાવેંદમીંયા કાદરીએ સાક્ષી તરીકે પુરાવવા આપવાનો ઈન્કાર કર્યો હતો. જેથી ભુપેન્દ્ર ચુડાસમાએ પોતે જુબાની આપવાની તૈયારી બતાવી હતી. ચુડાસમાની જુબાની પૂર્ણ થતા તેમના પછી કોર્ટમાં જુબાની કોણ આપશે તેનું નામ આપવાનું હતું જોકે તેમના વકીલે વધું સાક્ષીઓને ન તપાસવાની રજૂઆત કરી હતી.

ભુપેન્દ્ર ચુડાસમાએ જુબાની દરમિયાન હાઈકોર્ટની કામગીરી સામે વાંધો વ્યકત કરતી દાખલ કરેલી સુપ્રીમ કોર્ટમાં અરજી મુદ્દે જસ્ટિસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં માફી માંગ હતી. જેના જવાબ કોર્ટે કહ્યું કે,અમને તેની જરૂર નથી. ચુડાસમાની બે દિવસ જુબાની ચાલી હતી. જેમાં તેમને મત-ગણતરી સેન્ટરના CCTV ફૂટેજ બતાવવામાં આવ્યા હતા. જેમાં CCTV માં દેખાતા શંકાસ્પદ વ્યકિતને કાયદા પ્રધાને પોતાનો ઓફિસ આસિટન્ટ ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આજ વ્યકિતને ઓળખવા મુદ્દે ચૂંટણી અધિકારી ધવલ જાનીએ અત્યાર સુધી હાઈકોર્ટને કોઈ જવાબ આપ્યો નથી.

વર્ષ 2017 ધોળકા વિધાનસભા જીતને પડકારતી રિટ મુદ્દે કાયદા પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમા 27મી ઓગસ્ટના રોજ જસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં સાક્ષી તરીકે હાજર રહી જુબાની આપશે. ધોળકા વિધાનસભા બેઠકથી ભુપેન્દ્ર ચુડાસમા 327 મતથી જીત્યા હતા જેને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા પડકારવામાં આવી હતી.અશ્વિન રાઠોડે ચુડાસમા પર મત ગણતરીમાં ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.

Intro:વર્ષ 2017 ધોળકા વિધાનસભા જીતને પડકારતી રિટ મુદે શંકાસ્પદ ભુમિકાને લીધે પક્ષકાર બનાવેલા ચુંટણી અધિકારી ધવલ જાની તરફથી સીડી જસ્ટીસ પરેશ ઉપાધ્યાય સમક્ષ રજુ કરાતા કોર્ટે વીડિયો જોયાબાદ તેની સાતત્ય બાબતે શંકા વ્યકત કરી હતી. આ મુદે 13મી ડિસેમ્બરના રોજ ભુપેન્દ્ર ચુડાસમાના વકીલ દલીલ કરશે એવી સંભાવના વ્યકત કરાઈ રહી છે. Body:ચુંટણી અધિકારી ધવલ જાની પાસેથી મેળવેલી વીડિયોને હાઈકોર્ટમાં રજુ કરાઈ હતી જેમાં અરજદારના વકીલ તરફે દલીલ કરવામાં આવી હતી કે પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી નથી. ધવલ જાની તેમની ડયુટી સિવાયની પ્રક્રિયા કરતા હોવાનું દેખાઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. વીડિયોમાં ધવલ જાની ઓફ ધ રેકોર્ડ પરિણામ જાહેર કરું છું તેમ બોલતો દેખાય છે, જેને ટાંકીને હાઈકોર્ટે કહ્યું હતું કે ઓફ ધ રેકોર્ડ પરિણા કોને કહેવાય. 29મી નવેમ્બરના રોજ હાઈકોર્ટે ધવલ જાનીને બાકી રહી ગયેલી ત્રીજી સીડી રજુ કરવાનો આદેશ કર્યો હતો. અગાઉ જાનીએ કોર્ટને બે સીડી રજુ કરી હતી જોકે ત્રીજી સીડી અગામી જુબાની આપવાની તૈયારી બતાવી હતી જોકે ધવલ જાની જુબાની માટે હાજર ન થતાં સીડી રજુ કરાઈ ન હતી. 

 અગાઉ ભુપેન્દ્ર ચુડાસમાના વકીલ નિરૂપમ નાણાવટ્ટીએ આ કેસમાં વધુ સાક્ષીઓની ઉલટ તપાસની જરૂર ન હોવાથી પુરાવવા બંધ કરવાની માંગ કરતા કોર્ટે તેને રેકોર્ડ પર લીધી હતી. અરજદાર તરફથી કરાયેલી અરજીમાં અગાઉ ભુપેન્દ્ર ચુડાસમા તરફથી પોતાની તરફેણમાં સાક્ષીઓ તપાસવાની યાદી અદાલત સમક્ષ રજુ કરાઈ હતી. ધોળકા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર જાવેંદ મીંયા કાદરીએ સાક્ષી તરીકે પુરાવવા આપવાનો ઈન્કાર કર્યો હતો. જેથી ભુપેન્દ્ર ચુડાસમાએ પોતે જુબાની આપવાની તૈયારી બતાવી હતી. ચુડાસમાની જુબાની પૂર્ણ થતાં તેમના પછી કોર્ટમાં જુબાની કોણ આપશે તેનું નામ આપવાનું હતું જોકે તેમના વકીલે વધું સાક્ષીઓને ન તપાસવાની રજુઆત કરી હતી...

ભુપેન્દ્ર ચુડાસમાએ જુબાની દરમ્યાન હાઈકોર્ટની કામગીરી સામે વાંધો વ્યકત કરતી દાખલ કરેલી સુપ્રિમ કોર્ટમાં અરજી મુદે જસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં માફી માંગ હતી જેના જવાબ કોર્ટે કહ્યું કે અમને તેની જરૂર નથી. ચુડાસમાની બે દિવસ જુબાની ચાલી હતી.. જેમાં તેમને મત-ગણતરી સેન્ટરના સીસીટીવી ફુટેજ બતાવવામાં આવ્યા હતા જેમાં સીસીટીવીમાં દેખાતા શંકાસ્પદ વ્યકિતને કાયદા પ્રધાને પોતાનો ઓફિસ આસિટન્ટ ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આજ વ્યકિતને ઓળખવા મુદે ચુંટણી અધિકારી ધવલ જાનીએ અત્યાર સુધી હાઈકોર્ટને કોઈ જવાબ આપ્યો નથી...Conclusion:વર્ષ 2017 ધોળકા વિધાનસભા જીતને પડકારતી રિટ મુદે કાયદા પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમા 27મી ઓગસ્ટના રોજ જસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં સાક્ષી તરીકે હાજર રહી જુબાની આપશે. ધોળકા વિધાનસભા બેઠકથી ભુપેન્દ્ર ચુડાસમા 327 મતથી જીત્યા હતા જેને કોગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા પડકારવામાં આવી હતી..અશ્વિન રાઠોડે ચુડાસમા પર મત-ગણતરીમાં ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.