ETV Bharat / state

Ahmedabad News: સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન દ્વારા કરાયું હેરિટેજ વોક 2023નું આયોજન - sneh shilp foundation in ahmedabad

સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન દ્વારા સમાજ-લાભાર્થી અભિયાનમાં અત્યંત પ્રતિષ્ઠિત એવોર્ડ્સ "ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી 2021-2022" પણ જોડાયું છે..જે સંયુક્ત રીતે અમદાવાદમાં આજ રોજ "હેરિટેજ વોક 2023"નું આયોજન કર્યું હતું.

Ahmedabad News: સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન દ્વારા કરાયું હેરિટેજ વોક 2023નું આયોજન

author img

By

Published : Apr 16, 2023, 4:58 PM IST

હેરિટેજ વોક 2023

અમદાવાદ: રાજ્યનો યુવાન ડ્રગ્સ કે નશીલા પદાર્થ થી દુર રહે અને સ્વાસ્થ્ય સારું રહે તેમાટે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને અમદાવાદ શહેર પોલીસ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંપૂર્ણ સહયોગ સાથે યોજાયેલ આ હેરિટેજ વોકમાં ગુજરાતના માનનીય ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને માનનીય મેયર કિરીટકુમાર પરમાર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં. ગુજરાત સરકારના માનનીય મુખ્ય સચિવ રાજ કુમાર (IAS) પણ હાજર રહ્યા.

આ પણ વાંચો: Gujarat court summons Kejriwal: કેજરીવાલની મુશ્કેલીઓમાં થયો વધારો, ગુજરાત યુનિવર્સિટીએ કર્યો બદનક્ષીનો કેસ

શા માટે કરાયું હેરિટેજ વોકનું આયોજન: ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી 2021-2022 કે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક નવી ઊંચાઈ પર લઇ જવા માટેનું જ એક અભિયાન છે. આ એવોર્ડ્સ અત્યંત ભવ્ય રીતે આગામી 18 થી 20 મે દરમિયાન દુબઈમાં યોજાનાર છે. ડ્રગ્સ ફ્રી ફ્યુચર પર અવેરનેસ માટે એક હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, ઘણાં બધાં ફિલ્મી કલાકારો અને નામાંકિત વ્યક્તિઓ જોડાઈ હતી. આ હેરિટેજ વોક 16 મી એપ્રિલ, 2023 ના રોજ સવારે 6 કલાકે થી સ્વામિનારાયણ મંદિર થી જામા મસ્જિદ સુધી 2.5 કિલોમીટરની યોજાઈ હતી.

કોણ હતું ઉપસ્થિત: ડો.જયેશ પાવરાએ જણાવ્યું હતું કે, સમાજ- ઉપયોગી કાર્યમાં સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન સાથે ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી 2021-2022 પણ જોડાયું છે. તેનો મુખ્ય ચેહેરા અમદાવાદની જાણીતી આર.જે. દેવકી તથા યુથ આઇકોન ઓજસ રાવલ છે. જે હંમેશાથી યુવાઓને મોટીવેટ કરતાં આવ્યાં છે. આ હેરિટેજ વોકમાં કાર્યક્રમમાં ઓજસ રાવલ ઉપરાંત, ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ ગુજરાતી 2021-22 ના બ્રાન્ડ એમ્બેસેડર અને યુવાઓમાં પ્રખ્યાત એવા આરજે દેવકી, પાવરા એન્ટરટેઇન્મેન્ટ ડો. જયેશ પાવરા, તિહાઈ- ધ મ્યુઝિક પીપલના અભિલાષ ઘોડા તથા સ્નેહ શિલ્પ ફાઉન્ડેશનના ફાઉન્ડર સ્નેહલ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચો: Bullet Train : વલસાડના ઝરોલી ગામના પહાડમાં બુલેટ ટ્રેન માટે બની રહી છે 350 મીટર લાંબી ટનલ

સમાજને ઘણો ફાયદો: અભિલાષા ઘોડાએ જણાવ્યું હતું કે, "અમે સ્નેહ શિલ્પ ફાઉન્ડેશનના "ડ્રગ્સ ફ્રી ફ્યુચર" ના સમાજ ઉપયોગી અભિયાન સાથે જોડાઈને ઘણો આનંદ અનુભવીએ છીએ. યુવાઓમાં સૌથી વધારે ડ્રગ્સ માટેની લત હોય છે. તેઓ એકબીજાનું અનુકરણ કરીને પોતાનું સ્વાસ્થ્ય ખરાબ કરે છે. આજે યુવાઓ સૌથી વધુ પ્રોત્સાહિત ફિલ્મ કલાકારો અને સેલિબ્રિટી થકી થાય છે. આ માટે અમે આ હેરિટેજ વોકનું આયોજન કર્યું હતું. જેનો ગુજરાત સરકાર તથા અમદાવાદના નાગરિકોનો પણ સંપૂર્ણ સપોર્ટ મળ્યો હતો. યુવાઓને મોટીવેટ કરવા માટે તથા તેમને આ લતથી દૂર રહેવા પ્રેરણા આપવા માટે સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન સાથે અમે જોડાણ કર્યું છે. આ અભિયાનથી 10 યુવાઓ પણ ડ્રગ્સની લત છોડશે તો તેનાથી સમાજને ઘણો ફાયદો થશે.

વિશ્વનું સૌથી વધુ યુવા ધન: ઓજસ રાવલ જણાવ્યું હતું કે, આજના એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. આ લોકોએ સુંદર કામ કરી રહ્યા છે.રાજ્ય યુવાનો ડ્રગ્સ દૂર રહે તે માટે ખૂબ સુંદર કામ કરવામાં આવી રહ્યું છે. વિશ્વમાં સૌથી વધુ યુવા ધન આપણી પાસે છે જેથી આ યુવાન ધનને ડ્રેગ્સ કે નશીલા પદાર્થ દૂર કરવામાં આવે તે માટે આ ખૂબ અનોખો પ્રયોગ કરવામાં આવ્યું છે.આમ મારી સાથે ગુજરાત ફીલ્મના કલાકારો. અન્ય લોકોને જોડાવાનો પ્રયત્ન કરીશ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.